મોરબીના જીકીયાંરી પાસેનો ઘોડાધ્રોઇ ડેમ ઓવરફ્લો થતા ડેમનો 1 દરવાજો સવા ફૂટ ખોલાયો

- text


મોરબી : મોરબીમાં ચારેક દિવસ રોજ રાત્રે વરસાદ વચ્ચે ગઈકાલે રાતભર વરસાદ પડ્યો હતો અને આજે સવારે પણ ક્યારેક ધીમીધારે અને ધોધમાર રીતે વરસાદ ચાલુ રહ્યો છે. પરિણામે અગાઉથી 90 ટકા જેવો ભરેલો ઘોડાધ્રોઇ ડેમ ઓવરફ્લો થયો હતો. મોરબી અને ઉપરવાસમાં સતત વરસાદને પગલે મોરબીના જીકીયાંરી ગામ પાસે આવેલ ઘોડાધ્રોઇ ડેમ ઓવરફ્લો થતા ડેમનો 1 દરવાજો સવા ફૂટ ખોલાયો છે. આથી તંત્રએ હેઠવાસના ગામોને એલર્ટ કરીને નદીના પટ્ટમાં અવરજવર નહિ કરવા સૂચના આપી છે.

- text

- text