ચોર સમજી અજાણ્યા યુવાનને મોતને ઘાટ ઉતારી દેવા પ્રકરણમાં સાત વિરુદ્ધ ફરિયાદ

- text


બેલા ગામની સીમમાં પાણીના કારખાનામાં બનેલી ઘટનામાં મૃતકની ઓળખ મેળવવા પ્રયાસ

મોરબી : મોરબીના બેલા ગામની સીમમાં અજાણ્યા યુવાનને ચોર સમજી મોતને ઘાટ ઉતારી દેવાના પ્રકરણમાં મોરબી તાલુકા પોલીસે સાત વ્યક્તિઓ વિરુદ્ધ પીએસઆઇએ જાતે ફરિયાદ બની ફરિયાદ નોંધાવી છે. જો કે હજુ સુધી આ યુવાનની ઓળખ મળી નથી.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના બેલા ગામની સીમમાં ગઈકાલે વહેલી સવારે મફત પાણી નામના કારખાનામાં સિક્યુરિટી ગાર્ડ સહિતના લોકોએ 30થી 35 વર્ષના એક અજાણ્યા યુવાનને ચોર સમજી બેફામ માર મારતા આ યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.

- text

આ બનાવની જાણ થતાં મોરબી તાલુકા પોલીસ મથકના પીએસઆઇ ડી.વી.ડાંગર જાતે ફરિયાદી બની અજાણ્યા યુવાનને માર મારી મોતને ઘાટ ઉતારવા પ્રકરણમાં આરોપી રાજપાલસિંગ રામનાથસિંગ રાજપુત, રમેશ પ્યારજી સવંધીયા, હરીરામ મલમ રજક, મોહન ઉર્ફે છોટુ લક્ષમણ કુશવાહા રહે. બધા બેલા સીમ, મફત મીનરલ કારખાનાના લેબર કવાર્ટરમાં, રવિ રમેશભાઇ કાવર રહે. હરીઓમપાર્ક, ઘુટુ રોડ, મોરબી, વિનોદ ઉર્ફે વિકી કરશનભાઇ આમેસડા રહે. હાલ-મકનસર તા.મોરબી મૂળ-માલગામ તા.કોડીનાર અને ગણપતભાઇ રતિલાલ કાવર રહે. બેલા સીમ, મફત મીનરલ કારખાનાના લેબર કવાર્ટર વાળા વિરુદ્ધ આઈપીસી કલમ ૩૦૨,૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text