માળિયા નજીક મીઠાની ફેકટરીમાં વીજળી પડતા 13 વર્ષના કિશોરનું મોત

- text


 

માળિયા : માળિયા નજીક એક મીઠાના કારખાનામાં વીજળી પડતાં એક કિશોરનું મોત થયું છે. જયારે તેની સાથે રહેલા બીજા એક યુવાનને ઇજા પહોંચી છે.

માળિયાના હરિપર નજીક દેવ સોલ્ટ પાસે આવેલ હબીબ નથુ મોવર સોલ્ટ વર્કસમાં વીજળી માથે પડતા રોહિત સુખભાઈ પાટડીયા ઉ.વ.13નું મોત નીપજ્યું છે. જ્યારે રમેશ મહાદેવભાઈ ઉ.વ. 21ને ઇજા પહોંચી છે.

- text

બનાવ બાદ રોહિતના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે. જ્યારે રમેશને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે જાણ થતાં મામલતદાર અને પોલીસ વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.

- text