મોરબીના ધરમપુર ગામે જાહેર જગ્યામાં જુગાર રમતા સાત ઝડપાયા

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસ સ્ટાફે આજે બાતમીના આધારે મોરબી તાલુકાના ધરમપુર ગામે જાહેર જગ્યામાં જુગાર રમતા સાત ઇસમોને રૂ.૫૦,૨૫૦ રોકડ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ કોન્સ ઈકબાલભાઈ ઈસ્માઈલભાઈ સુમરા તથા દિવ્યરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજ ને સંયુકત ખાનગીરાહે મળેલ બાતમીના આધારે મોરબી તાલુકાના ધરમપુર ગામે જાહેર શેરીમાં રેડ પાડી જુગાર રમતા અરવિંદભાઈ રામજીભાઈ પટેલ, જીતેશભાઈ મનસુખભાઈ પટેલ, નીલેષભાઈ ભુદરભાઈ પટેલ, સંજયભાઈ લવજીભાઈ પટેલ, મીતુલભાઈ બાબુભાઈ પટેલ, ભાવેશભાઈ પરબતભાઈ પટેલ, નીલેષભાઈ જયંતીભાઈ દવેને રોકડ રૂ. ૫૦,૨૫૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા હેઠળ ગુન્હો રજિસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

- text

- text