રફાળેશ્વર નજીક બીયરના છ ડબલા સાથે બે ઝડપાયા 

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન રફાળેશ્વર નજીકથી શંકાસ્પદ હાલતમાં એક્સેસ મોટર સાયકલ લઈને નીકળેલા આરોપી અર્જુન રાજુભાઈ ભોજવીયા રે.મહેન્દ્રનગર મોરબી અને જીતુભાઇ ગિરધરભાઈ દેલવાણીયા, રહે. સરવડ, તા.માળીયા નામના ઈસમોને અટકાવી મોટર સાયકલની તલાસી લેતા કિંગફિશર સુપર સ્ટ્રોંગ બીયરના 6 ટીન કિંમત રૂપિયા 600 મળી આવતા પોલીસે 30 હજારનું એક્સેસ કબ્જે કરી બન્ને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text