મોરબીમાં ન્યુ સિદ્ધિવિનાયક કા રાજા ગણેશોત્સવની સતત પાંચમા વર્ષે ધામધૂમથી ઉજવણી 

- text


દરરોજ પૂજા-આરતી, પ્રસાદ, રાસ-ગરબા અને અંતિમ દિવસે સમૂહ ભોજનનું આયોજન 

મોરબી : શહેરભરમાં રંગેચંગે ગણપતિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે ત્રિમૂર્તિ પાર્ક, સ્વાતિ પાર્ક તથા શિવમ પાર્કના સંયુક્ત ઉપક્રમે ઉમિયા પાર્ક પાછળ, વાવડી રોડ, મોરબી-1 ખાતે ન્યુ જયશ્રી સિદ્ધિવિનાયક કા રાજાનું સતત પાંચમા વર્ષે સુંદર આયોજન થયું છે. અહીં કોરોના કાળને બાદ કરતા 2016થી છેલ્લા પાંચ વર્ષથી ગણેશ મહોત્સવની ઉજવણી થઈ રહી છે.

ન્યુ જયશ્રી સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ ઉત્સવ દરમિયાન દરરોજ સવારે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજા આરતી, સંધ્યા આરતી તેમજ નિયમિત પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે. આ ઉપરાંત દરરોજ રાત્રે 10 થી 12 રાસ ગરબાનું પણ આયોજન થાય છે. રાસ ગરબા બાદ દરરોજ વિવિધ નાસ્તો, આઈસ્ક્રીમ અને ઠંડાપીણાની ભાવિકો મોજ માણે છે.

અહીં કોઈપણ નાત જાતના ભેદભાવ વગર સંપૂર્ણ સાર્વજનિક રીતે નાના મોટા સૌના સંપૂર્ણ સહકારથી સુંદર આયોજન થાય છે. ન્યુ જયશ્રી સિદ્ધિવિનાયક કા રાજાની અંતિમ દિવસે મહાઆરતી તેમજ 56 ભોગ ધરવામાં આવશે. આ ઉપરાંત સમૂહ ભોજનનો પણ સ્થાનિકો લ્હાવો લેશે. મહોત્સવ દરમિયાન થયેલા ફાળાની વધતી રકમનું ગૌશાળામાં અનુદાન કરવામાં આવશે તેમ આયોજકોની યાદીમાં જણાવ્યું છે.

- text

- text