રવાપર ધુનડા રોડ ઉપર વાડીમાં ધમધમતી જુગાર કલબ ઉપર દરોડો : 2 ઝડપાયા, 6 નાસી છૂટ્યા

- text


જુગરધામ ઉપર એલસીબી ટીમે દરોડો પાડતા નાશ ભાગ, એક ઈસમ મોટર સાયકલ મૂકી મુઠ્ઠીઓ વાળી નાસ્યો

મોરબી : મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર કેશવ ગૌશાળા નજીક વાડીમાં જુગરધામ ધમધમી રહ્યું હોવાની બાતમીને આધારે ગતરાત્રીના એલસીબી ટીમે દરોડો પાડી જુગારીઓની જુગારની મજા બગાડી નાખી હતી. જો કે દરોડા દરમિયાન પોલીસને જોઈ છ શખ્સો મુઠ્ઠીઓ વાળી નાસી ગયા હતા અને જુગાર કલબના સંચાલક સહિત બે જુગારી ઝડપાઇ ગયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમને રવાપર ધુનડા રોડ ઉપર કેશવ ગૌશાળા નજીક આવેલી વાડીના મકાનમાં સુનિલ બાબુભાઇ ચાડમિયા બહારથી માણસો બોલાવી જુગાર રમાડાતો હોવાની બાતમી મળતા પોલીસ ટીમે દરોડો પાડતા વાડીમાં નાસભાગ મચી ગઇ હતી.

- text

દરોડા દરમિયાન જુગારધામ ચલાવતો સુનિલ બાબુ ચાડમિયા રે.રવાપર રોડ, ક્રિષ્ના સ્કૂલ પાસે, ભવ્ય એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 503 અને અરવિંદ ભાણજી પાડલિયા, રહે. બોનીપાર્ક, સિદ્ધિ વિનાયક એપાર્ટમેન્ટ, ફ્લેટ નંબર 302 નામના બન્ને શખ્સો ઝડપાઇ ગયા હતા. જ્યારે મોરબી રવાપર રોડ ઉપર ચિત્રકૂટ સોસાયટીમાં રહેતો દિપક રૂગનાથભાઈ એરણીયા રૂપિયા 30 હજારની કિંમતનું ટીવીએસ જયુપીટર છોડી ભાગી ગયો હતો.

આ ઉપરાંત અંધારાનો લાભ લઇ હળવદ તાલુકાના ટિકર ગામનો પ્રકાશ ઉર્ફે પકો પટેલ શૈલેશ પટેલ, શૈલેશ પટેલનો બનેવી, લાલપર ગામનો શૈલેશ પટેલ અને ઘાટીલા ગામનો નીતિન પટેલ પોલીસને જોઈને મુઠ્ઠીઓ વાળી નાસી છૂટયા હતા. દરોડા દરમીયાન પોલીસે રોકડા રૂપિયા 81 હજાર અને 30 હજારની કિંમતનું જયુપીટર મોટર સાયકલ મળી કુલ 1,11,000નો મુદામાલ કબ્જે કરી તમામ વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં જુગારધારા અન્વયે ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

- text