શહીદ પરિવારોના લાભાર્થે મોરબીમાં યોજાશે પાટીદાર નવરાત્રી મહોત્સવ

- text


પાટીદાર નવરાત્રી મહોત્સવમાં ઇન્ડિયાના ખ્યાતનામ કલાકારો ગરબાની રમઝટ બોલાવશે

મોરબી : મોરબીમાં નવરાત્રી મહોત્સવ દરમિયાન થતી આવકનો વિવિધ સેવાકાર્યોમાં સદઉપયોગ કરવાં આવે છે ત્યારે આ વર્ષે સેવા એજ સંપતિ ફાઉન્ડેશન દ્વારા આયોજિત પાટીદાર નવરાત્રી મહોત્સવમાં થનાર આવક શહીદ પરિવારોના લાભાર્થે યોજવામાં આવશે.જેમાં ખ્યાતનામ ગાયક કલાકારો રમઝટ બોલાવશે.

મોરબીમાં કોરોનાના ૨ વર્ષ બાદ આગામી તા. ૨૬ સપ્ટેમ્બરથી ૪ ઓકટોબર સુધી રામેશ્વર ફાર્મ,નવજીવન(ન્યુએરા) સ્કૂલની બાજુમાં રવાપર – ઘુનડા,મોરબી ખાતે સેવા એજ સંપતિ ફાઉન્ડેશનના સ્થાપક અને સેવા કાર્યોમાં અગ્રેસર અજય લોરીયા દ્વારા દરવર્ષે નવરાત્રી મહોત્સવનુ આયોજન કરી ગૌમાતા અને અન્ય સેવા કાર્યો માટે આવકનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં આ વખતે પાટીદાર નવરાત્રી મહોત્સવ દેશની રક્ષા કરતા શહીદ થયેલા વીર જવાનોના પરિવારના લાભાર્થે યોજાશે.

- text

આ નવરાત્રી મહોત્સવમાં ગુજરાત જ નહીં પણ ભારતના ખ્યાતનામ ઇન્ડિયન આઇડોલ વિજેતા ભૂમિ ત્રિવેદી, વ્રજ ક્ષત્રિય(સારેગમપ) અને જાણીતા ગાયક કલાકાર ઉર્વશી રાદડિયા સહિતના નામી કલાકારો રાસની રમઝટ બોલાવશે.જાહેરાત તથા પાસ માટે તા.૯૯૭૮૨૦૬૫૪૩,૯૭૨૬૮૯૯૩૫૫ પર સંપર્ક કરી શકાશે.

- text