માળીયામાં ફૈબા અને તેની પુત્રીને ધોકાવી નાખતા ત્રણ ભત્રીજા

- text


તમારી દીકરી અમારી સાથે ફોનમાં કેમ વાત કરતી નથી કહી તૂટી પડયા : ફૈબાના હાથમાં ગંભીર ઇજા

મોરબી : માળીયા મિયાણા ગામે ફૈબા અને ફૈબાની દીકરીને કચ્છ અંજારમાં રહેતા સગા ત્રણ ભત્રીજાઓએ તમારી દીકરી અમારી સાથે ફોનમાં કેમ વાતો કરતી નથી કઈ ધોકાવી નાખી જાનથી મારી નાખવા ધમકી આપતા માળીયા પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયાના રોલીયાવાંઢ વિસ્તારમાં પતિથી અલગ ભાઈઓ સાથે રહેતા હનીફાબેન દાઉદભાઇ સામતાણી ગત તા.1ના રોજ સાંજના સમયે પોતાની પુત્રી હુશેનાબેન સાથે ઉર્ષમાં જતા હતા ત્યારે અંજાર રહેતા તેમના ભાઈના પુત્ર ઇબ્રાહીમભાઇ યુસુફભાઇ સામતાણી, અલ્તાફભાઇ યુસુફભાઇ સામતાણી તથા હુસેનભાઇ યુસુફભાઇ સામતાણીએ રસ્તામાં અટકાવી તમારી પુત્રી અમારી સાથે કેમ ફોનમાં વાત કરતી નથી તેમ કહી માતા અને પુત્રીને ધોકા વડે ધોકાવી નાખ્યા હતા અને અન્ય લોકો વચ્ચે પડતા ત્રણેય નાસી ગયા હતા અને જતા જતા જાનથી મારી નાખવા ધમકી આપી હતી.

- text

આ બનાવ મામલે ફરિયાદી હનીફાબેન દાઉદભાઇ સામતાણીની ફરિયાદને આધારે માળીયા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૩,૩૨૫,૫૦૪,૫૦૬(૨),૧૧૪તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text