મોરબીમાં કોમનપ્લોટમાં દબાણ કરનાર સામે લેન્ડગ્રેબિંગ

- text


સો ઓરડી નજીક ચામુંડા નગરમાં કોમન પ્લોટમાં મકાન ચણી નંખાયું

મોરબી : મોરબીના સો ઓરડી વિસ્તારમાં આવેલ ચામુંડા નગરમાં એક આસામી દ્વારા બંધ શેરીમાં છેવાડે આવેલા સોસાયટીના કોમન પ્લોટમાં ગેરકાયદેસર દબાણ કરી નાખતા આ મામલે પાડોશીની ફરિયાદને આધારે લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ગુન્હો નોંધાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના સામાં કાંઠે સો ઓરડી નજીક આવેલ ચામુંડા નગર સોસાયટીમાં કોમન પ્લોટમાં આરોપી નાનજીભાઇ પોપટભાઇ મકવાણાએ 37.44 ચોરસ મીટર જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામ કરી નાખતા પાડોશી આકાશભાઇ ગલાભાઇ પરમારે અવાર નવાર પાલિકામાં રજુઆત કર્યા બાદ ચારેક માસ પહેલા લેન્ડગ્રેબિંગ કમિટીમાં ફરિયાદ કરી હતી.

- text

જેને પગલે લેન્ડગ્રેબિંગ કમિટીએ ફરિયાદ નોંધવા હુકમ કરતા આ મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમા આરોપી નાનજીભાઇ પોપટભાઇ મકવાણા વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર(પ્રતિબંધ) કાયદો ૨૦૨૦ ની કલમ- ૩, ૪(૧)(૩),૫(ગ), મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો છે.

- text