હળવદના મેરૂપરમાં સરકારી જમીન ઉપર કબ્જો કરનારા ત્રણ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ

- text


હળવદ : હળવદ તાલુકાના મેરૂપર ગામે સરકારી જમીન ઉપર કબ્જો કરી ખેતી કરી આર્થિક ઉપાર્જન કરનાર ત્રણ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ મામલતદાર નાનજીભાઈ સુદામાજી ભાટ્ટી દ્વારા મેરૂપર ગામના સર્વે નંબર 371/1/પૈકી1/પૈકી1ની સરકારી જમીન ઉપર આરોપી રમેશભાઈ ભુદરભાઈ પટેલ, મનસુખભાઈ ભુદરભાઈ પટેલ તથા વિભાભાઈ રાહાભાઈ રબારી નામના ઈસમોએ કબ્જો કરી આર્થિક ફાયદો મેળવતા હોવાનું ધ્યાને આવતા ત્રણેય વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ની કલમ-૩,૪(૧)(૩), ૫(ગ) મુજબ ગુન્હો નોંધાવ્યો છે.

- text