વાંકાનેર નજીક હાઇવે ઉપર એક ટ્રક પાછળ બીજો ટ્રક ધડાકાભેર ઘુસી ગયો

- text


આગળ જઈ રહેલા ટ્રકે ઓચિંતા બ્રેક મારતા પાછળથી આવતો ટ્રક ધડાકાભેર ઘુસી ગયો, ટ્રકની કેબિનમાં ફસાયેલા બે વ્યક્તિઓને બહાર કાઢવાની કવાયત હાથ ધરાઈ

વાંકાનેર : વાંકાનેર મોરબી નેશનલ હાઇવે ઉપર વાંકાનેર ચોકડી નજીક આજે બે ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં આગળ જઈ રહેલા ટ્રકે ઓચિંતા બ્રેક મારતા પાછળથી આવતો ટ્રક ધડાકાભેર ઘુસી ગયો, ટ્રકની કેબિનમાં ફસાયેલા ડ્રાઇવર અને ક્લીનરને મહામુસીબતે બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

- text

આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર મોરબી નેશનલ હાઇવે ઉપર જી.જે.એ.યુ. 7967 નંબરનો ટ્રક ચોખા ભરી વકાનેરથી મોરબી તરફ આવી રહ્યો હતો. ત્યારે બીજો જી.જે.36 ટી. 8930 નંબરનો ટ્રકનો પાછળ જઈ રહ્યો હતો. આ ટ્રક અચાનક આગળ જઈ રહેલા ટ્રકની પાછળ ઘુસી જતા આ ટ્રકમાં રહેલા લોકોને ઇજા પહોંચી હતી. જ્યારે ટ્રકની કેબિનમાં બે વ્યક્તિ ડ્રાઇવર અને કંડકટર ફસાયા હતા. આથી સ્થાનિક લોકો અને પોલીસ દ્વારા ટ્રકમાં ફસાયેલા ડ્રાઇવર અને ક્લીનરને મહામુસીબતે બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

- text