માળીયાની સસ્તા અનાજની દુકાનમાં પુરવઠાના દરોડા, ગોલમાલ બહાર આવી

- text


પુરવઠાના ચેકિંગ દરમિયાન 4850 કિલો અનાજનો સ્ટોક ઓનલાઈન બોલતા હોય પણ દુકાનમાં આ માલ હાજર ન મળ્યો

માળીયા : માળીયાની એક સસ્તા અનાજની દુકાનમાં ગરીબોને પૂરતો અનાજ ન મળતો હોવાની અને આ અનાજનો જથ્થો બરોબર સગેવગે થઈ જતો હોવાની એક જાગૃત નાગરિકે મામલતદારને ફરિયાદ કરી હતી. આથી પુરવઠા શાખાએ આજે ઓચિંતા આ સસ્તા અનાજની દુકાનમાં સઘન ચેકિંગ કરી અનાજનો ઓનલાઈન અને હજાર સ્ટોક ચેક કરતા મોટી ગોલમાલ બહાર આવી હતી. પુરવઠાના ચેકિંગ દરમિયાન 4850 કિલો અનાજનો સ્ટોક ઓનલાઈન બોલતા હોય પણ દુકાનમાં આ માલ હાજર ન મળતા દુકાનદાર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

માળિયાના જાગૃત નાગરિક ઓસમાણ હારૂન જેડાએ થોડા દિવસ અગાઉ માળિયા મામલતદારને રજુઆત કરી હતી કે, માળિયા ગ્રાહક ભંડારના સંચાલક મયુરભાઈ કપૂરની દુકાનેથી રેશનકાર્ડ ધારકોને પૂરતા પ્રમાણ અનાજનક જથ્થો આપવામાં આવતો નથી અને આ સસ્તા અનાજનો પરવાનેદાર ગરીબોને આપવાનો માલ બરોબર સગેવગે કરતો હોવાની ફરિયાદને પગલે નાયબ મામલતદાર પુરવઠાની ટીમે આજે માળિયા ગ્રાહક ભંડારમા દરોડો પાડ્યો હતો અને દુકાનમાં ચેકિંગ કરતા અનાજનક જથ્થો ના હોવાનું જાણવા મળ્યું હતું. જેથી દુકાનમાં ઘઉંના જથ્થા બાબતે સંચાલકને પૂછતાં સંચાલકે 5000 કિલોગ્રામ ઘઉંની ઘટ છે જે ઓનલાઈન મુજબ 4850 કિલોગ્રામ ઘઉં દુકાનમાં હોવા જોઈએ પણ આ ઘઉંનો જથ્થો ન હતો.

તેમજ દુકાનમાં તહેવાર નિમિતે તેલનો જથ્થો ન હોવાનું માલુમ પડતા આ બાબતે પણ પૂછતાં સંચાલકે આર્થિક સ્થિતિ સારી ના હોવાથી ચલણના રૂપિયા ભરેલ નથી તેવો જવાબ આપ્યો હતો. જેથી તેનો જથ્થો ગોડાઉન તરફથી પૂરો પાડવામાં આવ્યો નથી તેવું નિવેદન નોંધાવ્યું હતું. પુરવઠા ટીમના સી જે પટેલ સહિતના અધિકારીની હાજરીમાં પંચ રોજકામ કરાયું હતું જેમાં જણાવ્યું છે કે માળિયા ગ્રાહક ભંડારની રૂબરૂ મુલાકાત લેતા દુકાનમાં હાજર 50 થી વધુ રેશનકાર્ડ ધારકોની ઘઉં ના મળવા બાબતની રજૂઆત થઇ છે જેથી દુકાનમાં તપાસ કરતા ઘઉંનો જથ્થો ઉપલબ્ધ નથી તેમ પંચ રોજકામ કરી આગળની કાર્યવાહી ટીમે હાથ ધરી છે

- text

- text