મોરબીમાં જન્માષ્ટમીના મીની વેકેશન બાદ યાર્ડ-બજારો ધમધમી ઉઠ્યા

- text


યાર્ડમાં વરસાદી વાતાવરણ વચ્ચે ધીમી ગતિએ અમુક જણસીઓની આવક 

સીરામીક બંધ હોવાથી મોરબીની બજાર, વ્યાપાર, ધંધા ઉપર વિપરીત અસર 

મોરબી : મોરબી જિલ્લામાં જન્માષ્ટમીનું મીની વેકેશન પૂરું થતા જ આજે સોમવારથી તમામ બજાર ઉઘડી ગઈ છે. માર્કેટીંગ યાર્ડ પણ ધમધમી ઉઠ્યા છે. જો કે આજે માર્કેટીંગ યાર્ડમાં પ્રારંભિક તબક્કે વરસાદી વાતાવરણ વચ્ચે જણસીઓની આવક ઓછી રહી હતી. ઘઉં, બાજરો અને કઠોળ બહુ જ પર્યાપ્ત માત્રામાં આવતા હજુ આજે પ્રથમ દિવસે બજારો જોઈએ તેવી ઘરાકી જામી ન હતી.

મોરબી, હળવદ અને વાંકાનેરના માર્કેટીંગ યાર્ડ આજથી ખુલી ગયા હતા. જો કે આજે વરસાદી વાતાવરણ વચ્ચે જણસીઓની આવક બહુ ઓછી જોવા મળી હતી. વાંકાનેર માર્કેટ યાર્ડમાં આજે સૌથી વધુ ઘઉં તથા સૌથી ઓછી ધાણાની આવક થઇ છે. તેમજ સૌથી નીચો ભાવ ઘઉં ટુકડાનો અને સૌથી ઊંચો ભાવ જીરુંનો રહ્યો છે. ઘઉંની 100 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.444 અને ઊંચો ભાવ રૂ.477 રહ્યો હતો મોરબી માર્કેટ યાર્ડમાં આજે તા.22 ઓગસ્ટના રોજ સૌથી વધુ ઘઉં તથા સૌથી ઓછી બાજરો અને જુવારની આવક થઇ છે. તેમજ સૌથી નીચો ભાવ ઘઉંનો અને સૌથી ઊંચો ભાવ મગનો રહ્યો છે. માર્કેટીંગ યાર્ડ હજુ શરૂ થયા હોય અને ખેતરમાં હજુ પાક લહેરાતો હોય બે ચાર જણસીઓ યાર્ડમાં આવી હતી.

- text

યાર્ડમાં શાકભાજીની સારી એવી આવક થઈ હતી. જેથી શાકમાર્કેટમાં શાકભાજીઓનો મોટા પ્રમાણમાં ઉતારો થયો હતો. શાકભાજીના ભાવો મધ્યમ રહ્યા હતા. ખાસ શાકભાજીના ભાવોમાં ફરક જોવા મળ્યો ન હતો. જ્યારે મોરબીની બજારની વાત કરીએ તો મોટાભાગની દુકાનો, મોટા શો-રૂમ, તમામ સરકારી ખાનગી ઓફીસ, બેન્ક, પોસ્ટ ઓફીસ જન્માષ્ટમીની રજા બાદ ખુલી ગયા છે. બજારમાં આજે વરદાદી વાતાવરણને કારણે થોડી ઓછી ચહલ-પહલ છે. બજારોમાં આજે પ્રથમ દિવસે સામાન્ય ઘરાકી જોવા મળી હતી. ઉધોગોમાં વાત કરીએ તો બીજા બધા નાના મોટા ઉધોગો ચાલુ થઈ ગયા છે. પણ સૌથી મોટો સીરામીક ઉધોગ એક મહિના સુધી બંધ હોવાથી આ ઉધોગ ઉપર આખું મોરબી સીધી કે આડકતરી રીતે નિર્ભર હોવાથી મોરબીની બજાર અને વ્યાપાર ધંધા ઉપર બંધની વિપરીત અસર જોવા મળી છે અને એક મહિમો સુધી મોરબીના અર્થતંત્ર સીરામીક બધાની મોટી અસર પડશે.

- text