વાંકાનેરમાં ખોડો સ્કુટી ઉપર દેશીની 20 કોથળી લઈને નીકળ્યો અને ઝલાયો

- text


વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે નવાપરા જીઆઇડીસીના ખૂણા નજીકથી રાજેશ ઉર્ફે ખોડા નામના શખ્સને સ્કૂટી મોટર સાયકલ ઉપર 20 દેશી દારૂની કોથળી સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન નવાપરા જીઆઇડીસીના ખૂણા પાસેથી રાજેશ ઉર્ફે ખોડો ખેંગારભાઈ બાવળિયા નામના શખ્સને શંકાસ્પદ હાલતમાં સ્કૂટી લઈને પસાર થતા અટકાવી તલાસી લેતા સ્કૂટી મોટર સાયકલમાંથી દેશી દારૂની 20 કોથળી કિંમત રૂપિયા 80 મળી આવતા સ્કૂટીની કિંમત રૂ.20 હજાર સહિત 20,080નો મુદામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text