હળવદ યાર્ડના વેપારીને ચેક રીટન કેસમાં છ મહિનાની સજા

- text


હળવદ : હળવદ માર્કેટિંગ યાર્ડના વેપારીએ હાથ ઉછીના લીધેલા નાણા પરત નહિ કરતા ચેક રિટર્ન કેસમાં નામદાર અદાલતે વેપારીને છ મહિનાની સાદી કેદ અને ચેકના નાણા ચૂકવી આપવા હુકમ કર્યો હતો.

આ કેસની હકીકત જોઈએ તો હળવદ તાલુકાના નવા ઈશનપુરના વિઠલભાઈ લવજીભાઈ દલવાડીએ રૂા.3,41,000 ચામુંડા એન્ટર પ્રાઈઝના પ્રોપરાઈટર વાલજીભાઈ ઠાકરશીભાઈ ચાવડા દુકાન નં.53 માર્કેટીંગ યાર્ડ હળવદ વાળાને હાથ ઉછીના આપેલ હતા. અને તેની સામે વાલજીભાઈ ઠાકરશીભાઈ ચાવડાએ આદર્શ બેંક હળવદનો ચેક આપેલ હતો.

- text

જે ચેક રિટર્ન થતા વિઠલભાઈ લવજીભાઈ દલવાડીએ નોટીસ આપી હળવદ ના.કોર્ટ માં કેશ દાખલ કરેલ હોય જે કેશ હળવદના મહે.પ્રિ.એડી.ચીફ જયુ. મેજી. ગજજર સાહેબની કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટે ચામુંડા એન્ટર પ્રાઈઝના પ્રોપરાઈટર વાલજીભાઈ ઠાકરશીભાઈ ચાવડાને છ માસની સાદી કેદની સજા તેમજ દંડ રૂા.3,41,000 અંકે રૂપિયા ત્રણ લાખ એકતાલીસ હજાર પુરા ફરીયાદીને આપવા તેમજ રૂા.5000 અંકે રૂપિયા પાંચ હજાર પુરા સરકારમાં જમાં કરાવવા તેમજ દંડ ભરવામાં કસુર કરે તો વધુ એક માસની સાદી કેદની સજા કરવા હુકમ કરેલ છે. ફરીયાદીના એડવોકેટ તરીકે રઘુવીરસિંહ જે. ઝાલા રોકાયેલ હતા.

- text