કપાસના વેપારીને ચેક રિટર્ન કેસમાં ત્રણ માસની કેદની સજા ફટકારતી હળવદ કોર્ટ

- text


હળવદ : હળવદ માર્કેટિંગ યાર્ડમાં પ્રજાપતિ ટ્રેડીંગના પ્રોપરાઈટરને કપાસના વેપારીએ હાથ ઉછીનાં આપેલા રૂપિયાના વળતર રૂપે આપેલો ચેક રિટર્ન થયાના કેસમાં હળવદ કોર્ટે પડધરી તાલુકાના મોવૈયા ગામના વેપારી એવા આરોપીને ત્રણ માસની કેદની સજા ફટકારી છે.

હળવદના પ્રજાપતિ ટ્રેડીંગ કંપનીના પ્રોપરાઈટર મનસુખભાઈ ઓધડભાઈ પ્રજાપતિ દુકાન નં.૧૪૩ માર્કેટીંગ યાર્ડ હળવદ વાળાને હાથ ઉછીની રકમ પરત આપવા અંગે અંબિકા કોટનના પ્રોપરાઈટર જયેશ ધરમશીભાઈ મુ.મોવૈયા, તા.પડધરી વાળાએ એકસીસ બેંક પડધરી શાખાનો રૂા.૨,૨૭,૪૧૨નો ચેક આપેલ હતો જે ચેક રિટર્ન થતા મનસુખભાઈ ઓધડભાઈએ લીગલ નોટીસ આપી હળવદની કોર્ટમાં કેસ દાખલ કરેલ હોય જે કેસ હળવદના મહે.પ્રિ.એડી જયુ. મેજી નંદવાણાની કોર્ટમાં ચાલી જતા કોર્ટે અંબિકા કોટનના પ્રોપરાઈટર જયેશ ધરમશીભાઈને ત્રણ માસની સાદી કેદની સજા તેમજ દંડ પેટે રૂા.૨,૨૮,૦૦૦ અંકે રૂપિયા બે લાખ અઠ્ઠાવીસ હજાર પુરા ફરીયાદીને આપવા અને દંડની રકમ ભરવામાં કસુરવાર ઠરે તો વધુ બે માસની સાદી કેદની સજા કરવા હુકમ કરેલ છે. ફરીયાદીના એડવોકેટ તરીકે રઘુવીરસિંહ જે. ઝાલા રોકાયેલ હતા.

- text

- text