ટંકારા નજીક દારૂના કટીંગ વખતે પોલીસ ત્રાટકી, 8 લાખના દારૂ સાથે ચાર ઝડપાયા

- text


ટંકારા : ટંકારા પોલીસ સ્ટાફ આજે છતર ગામ નજીક પડતર જગ્યામાં ઈંગ્લીશ દારૂના કટીંગ વખતે ત્રાટકતા બુટલેગરોના હોશકોશ ઉડી ગયા હતા. પોલીસે રૂ 8 લાખથી વધુના દારૂ સાથે ચાર આરોપીઓને દબોચી લીધા હતા.

ટંકારા પો.સબ.ઇન્સ. બી.ડી. પરમારને તથા સર્વેલન્સ સ્કોડના પો.હેડ.કોન્સ. વિજયભાઇ નાગજીભાઇ બારને સયુંકત હકિકત મળેલ કે છતર ગામની જી.આઇ.ડી.સી. ના પાછળના ભાગે પડતર જમીન માં ઇંગ્લીશદારૂની પેટીઓ છુપાવી રાખી કીટીંગ ચાલુ હોય જેથી સાથેના પોલીસ સ્ટાફને હકીકતથી વાકેફ કરી હકીકત વાળી જગ્યાએ ટંકારા પોલીસ કાફલો સ્થળ ઉપર ત્રાટક્યો હતો. પોલીસે સ્થળ પરથી ઇંગ્લીશ દારૂ રોયલ ચેલેન્જ કલાસીક પ્રીમીયમ વ્હીસકીની બોટલો નંગ ૫૭૬ કિ. રૂ. ૨૯૯૫૨૦, ઓલ સીઝન ગોલ્ડન કલેકશન રીઝર્વ વ્હીસ્કીની બોટલો નંગ ૫૨ કિ. રૂ. ૧૦૦૮૦૦,, મેકડોવેલ્સ નં.૧ સુપીરીયર વ્હીસ્કીની બોટલો -નંગ ૧૨૭૨ જિ.રૂ. ૪૭૭૦૦૦.એમ મળી કુલ પ્રોહી મુદામાલ બોટલો નંગ ૨૧૦૦ કિ.રૂ. ૮૭૭૩૨૦ તથા એક બોલેરો પી૭ વાહન નંબર જી.જે.-૦૭-વાય-ર૭ર વાળી જેની કિ. રૂ. ૧૦૦૦૦૦, એક બ્લુ કલરની કાર જેના નંબર જી.જે.-૨૪-એ.એફ.-૫૭૭૯ વાળી જેની કિ. રૂ. ૩૦૦૦૦૦, મોબાઇલ ફોન નંગ ૦૪ કિ.રૂ. ૧૫૦૦૦ મળી કુલ મુદ્દામાલ રૂ ૧૨૯૨૩૨૦ ઝડપી લીધો હતો

- text

પોલીસે સ્થળે ઉપર વાહનોમાં દારૂની હેરાફેરી કરતા આરોપીઓ અમરશીભાઇ સુજાભાઇ એવારીયા (ઉ.વ.૪૩ ધંધો ડ્રાઇવીંગ રહે.ગાંધીધામ ભારતનગર તા.ગાંધીધામ જી. ભુજ-કરછ), કમલેશભાઇ બાબુલાલ કારેલીયા (ઉ.વ.૪૨ ધંધો ફર્નીચર રહે.હડાળા આશોપાલવ સોસાયટી તા.જી.રાજકોટ), અશ્વીનભાઇ દશરથભાઇ રૂદાતલા (ઉ.વ.૩૭ ધંધો પ્રા.નોકરી રહે.હડાળા શીવડેરી ની પાછળ તા.જી. રાજકોટ) અને મયુરભાઇ રણછોડભાઇ મકવાણા( ઉ.વ.૩૫ ધંધો પ્રા.નોકીર રહે. હડાળા પાટીયે ગોવરધન પાર્ક વિજયનગર રોડ તા.જી.રાજકોટ)ની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text