સામાકાંઠે વરિયા મંદિરે દહીં હાંડી મહોત્સવ અને રાસ ગરબાનું આયોજન

- text


મોરબી: મોરબીના સામા કાંઠે આવેલા વરિયા મંદિર ખાતે આવતીકાલે જન્માષ્ટમી નિમિત્તે દહીં હાંડી મહોત્સવ અને રાસ-ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

સમસ્ત વરિયા પ્રજાપતિ સમાજના આસ્થાનું કેન્દ્ર એવું વરિયા મંદિર ખાતે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ પર્વે આવતીકાલે શુક્રવારે રાત્રે 12 વાગ્યે દહીં હાંડી મહોત્સવ અને રાત્રે 9 કલાકે રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ ઉત્સવમાં સમસ્ત વરિયા પ્રજાપતિ સમાજ તથા સમસ્ત ધર્મ પ્રેમી જનતાને પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text