છેલ્લા 24 કલાકમાં મોરબી જિલ્લામાં નોંધાયેલા વરસાદની વિગત

- text


માળીયામાં પોણા બે, ટંકારાના દોઢ અને હળવદમાં એક ઇંચ જ્યારે મોરબીમાં પોણો ઈંચ અને વાંકાનેરમાં 7 મિમી વરસાદ નોંધાયો

મોરબી : મોરબી જીલામાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા ક્યારેક ધીમી તો ક્યારેક ધોધમારરૂપે મેઘકૃપા વરસાવી રહ્યા છે. જેમાં ગઈકાલે આખો દિવસ પણ છૂટો છવાયો વરસાદ પડ્યા બાદ રાત્રે ધોધમાર વરસાદ પડ્યો હતો. આથી છેલ્લા 24 કલાકમાં માળીયામાં પોણા બે,ટંકારામાં દોઢ અને હળવદમાં એક ઈંચ, મોરબીમાં પોણો ઈંચ અને વાંકાનેરમાં 7 મિમી વરસાદ પડ્યો હતો.

- text

મોરબી જિલ્લામાં ગઈકાલે સવારથી મેઘરાજા મંડાયા હતા અને આખો દિવસ છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. તેમજ ગઇરાત્રે પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. જિલ્લામાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ પડ્યો હતો. છેલ્લા 24 કલાક એટલે બુધવારે સવારે છ વાગ્યાથી આજે ગુરુવારે સવારે છ દરમિયાન મોરબી જિલ્લા કંટ્રોલરૂમમાં નોંધાયેલા વરસાદની વિગત મુજબ માળીયામાં 42મિમી, ટંકારામાં 33 મિમી, હળવદમાં 23 મિમી, મોરબીમાં 18 મિમી અને વાંકાનેરમાં 7 મિમી વરસાદ પડ્યો હતો.જ્યારે હાલ વરસાદી માહોલ વચ્ચે થોડો મેઘવીરામ છે.

- text