વરસાદ અપડેટ : બુધવારે સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં પડેલા વરસાદની વિગત

- text


મોરબી : મોરબી જિલ્લામાં 16 ઓગસ્ટની રાત્રિથી વરસાદી માહોલ જામ્યો છે. ધીમીધારે વરસાદ ચાલુ રહ્યો છે. મોરબીમાં ગત રાત્રીના બે ઇંચ અને ટંકારામાં પોણા બે ઇંચ વરસાદ પડ્યા બાદ આજે બુધવારે સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં સરકારી ચોપડે નોંધાયેલા વરસાદ મુજબ મોરબીમાં 9 mm, ટંકારામાં 11mm, માળીયામાં 9 mm, વાંકાનેરમાં 7 mm તેમજ હળવદમાં 3 mm વરસાદ નોંધાયો છે. (નોંધ : કુલ 25 mm વરસાદએ 1 ઇંચ વરસાદ થાય)

- text

- text