મોરબીમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની કારોબારી સભા યોજાઈ

- text


મોરબી : મોરબીમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની કારોબારી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સમાજને વ્યસમુક્ત રહેવા,બાળકોના શિક્ષણ અને સંગઠન સાથે રહેવા માર્ગદર્શન આપ્યું હતું.

મોરબી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની કારોબારી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં અલ્પેશભાઈ ઠાકોરના માર્ગદર્શન હેઠળ કારોબારી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લાના પ્રમુખ ચતુરભાઈ પાટડિયા હાજર રહ્યા હતા.જયારે મહેમાનમાં મોરબી ઠાકોર સમાજના પ્રમુખ જગદીશભાઈ બાંભણીયા અને તાલુકા પંચાયતના સદસ્ય તુલસીભાઇ ઠાકોર હાજર રહ્યા હતા.

કરીબારી સભાની શરૂઆતમાં અલ્પેશભાઈ ઠાકોરના ટેલિફોનિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં સમાજને સાચી દિશા,વ્યસનથી મુક્ત રહેવા તેમજ સંગઠનના સાચા મહત્વની માહિતી આપી હતી.ત્યારબાદ ગ્રામ સમિતિના તમામ પ્રમુખો અને હોદેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું.

- text

કારોબારીના મહેમાનોએ ટિમને માર્ગદર્શન આપ્યું હતું.મોરબી જિલ્લાના પ્રમુખ ચતુરભાઈએ સંગઠનની તાકાતથી પોઝિટિવ કામ કેવી રીતે કરવું અને સમાજને તમામ બદીઓથી દૂર રાખવા અને કન્યા કેળવણી,બાળકોના શિક્ષણ અને સંસ્કારનું સિંચન કરવાની વાત સાથે ઠાકોરસેનાની તાકાત અને એના પરિણામોની વાત કરી હતી અને આ યાત્રા અવિરત ચાલુ રાખવાની માહિતી આપી હતી.

આ સમગ્ર કારોબારીનું સંચાલન મોરબી તાલુકા પ્રમુખ જયદીપ ઠાકોર,તેમની ટિમ,મોરબી સીટી પ્રમુખ જે.બી.ઠાકોર તેની ટિમ,આ સાથે જિલ્લા હોદેદારોમાં મીડિયા સેલ યોગેશ ઠાકોર,મયૂર ઠાકોર તેમજ અન્ય મિત્રોએ જહેમત ઉઠાવી હતી.

- text