હળવદમાં કાલે ગુરુવારથી જન્માષ્ટમીનો ચાર દિવસનો લોકમેળો ખુલ્લો મુકાશે

- text


હળવદ પાલિકા અને રાધેશ્યામ મીત્ર મંડળ દ્વારા કોરોના કાળના બે વર્ષ બાદ યોજનાર લોકમેળાની રંગત નિખરશે

હળવદ : હળવદવાસીઓ કોરોના કાળના બે વર્ષ બાદ જન્માષ્ટમીનો લોકમેળો માણી શકશે. હળવદ નગરપાલિકા અને રાધેશ્યામ મીત્ર મંડળ દ્વારા આવતીકાલે ગુરુવારે શીતાળા સાતમથી ચાર દિવસના જન્માષ્ટમીના ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ફજેત, ફાળકા, અવનવી રાઇડ્સ સહિતના મનોરંજનના તમામ સાધનોની વ્યવસ્થા કરવામાં આવી છે.

હળવદ નગરપાલિકા અને રાધેશ્યામ મીત્ર મંડળ દ્વારા આવતીકાલે ગુરુવારે સાંજે હળવદ શહેરમાં આવેલ ભવાની ભુતેશ્વર માતાજીના મંદિરે રાજકીય અગેવાનોના હસ્તે જન્માષ્ટમીનો ચાર દિવસનો લોકમેળો જાહેર જનતા માટે ખુલ્લો મુકાશે. જો કે દર વર્ષે જન્માષ્ટમીનો મેળો યોજાતો હોય પણ કોરોના કાળે છેલ્લા બે વર્ષથી આ લોકમેળા ઉપર બ્રેક લગાવી હતી.ત્યારે કોરોના કાળના બે વર્ષ બાદ આ લોકમેળો યોજાતો હોય એ લોકમેળાને મનભરીને માણવા હળવદ પંથકના લોકોમાં ભારે થનગનાટ જોવા મળે છે.

હળવદ નગરપાલિકા અને રાધેશ્યામ મીત્ર મંડળ દ્વારા આયોજિત આ લોકમેળામાં ફજેત ફાળકા, અવનવી રાઇડ્સ,ટોરા ટોરા અને ખાણી પીણીના સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવી છે. લોકોની સુરક્ષા માટે પોલીસનો ચાંપતો બંદોબસ્ત તેમજ સીસીટીવી કેમેરા,પાર્કિગ સ્થળ સહિતની તમામ વ્યવસ્થા કરી શકશે. હળવદવાસીઓ પુરી સુરક્ષા સાથે હળીમળીને ચાર દિવસનો લોકમેળો માણી શકશે.

- text

- text