હજનાળી પાસે વોકળો બે કાંઠે વહેતા જામનગર-કચ્છને જોડતો હાઇવે બંધ

- text


ફોરલેનના કામ માટે કાઢેલું ડાઈવર્ઝન ભારે વરસાદમાં ધોવાઈ જતા વાહન વ્યવહાર ઠપ્પ

મોરબી : જામનગર કચ્છ કોસ્ટલ હાઇવેને જોડતા મોરબીના હજનાળી ગામે વોકળો તેમજ હાલ પુલનું કામ ચાલુ હોય વાહન વ્યવહાર માટે કાઢેલું ડાઈવર્ઝન ભારે વરસાદમાં ધોવાઈ જતા વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. જેમાં હજનાળી પાસે વોકળો બે કાંઠે વહેતા જામનગર-કચ્છને જોડતો હાઇવે બંધ થઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

મોરબીના હજનાળી ગામે આવેલ વોકળો તેમજ હાલ પુલનું કામ ચાલુ હોવાથી જામનગર અને કચ્છને જોડતા કોસ્ટલ હાઇવે ઉપર જવા માટે ડાઈવર્ઝન કાઢવામાં આવ્યું છે. આજે ભારે વરસાદને કારણે વોકળો બે કાંઠે વહ્યો હતો અને ડાઈવર્ઝન વરસાદના પાણીમાં ધોવાઈ ગયું હતું. એટલે વાહન વ્યવહાર ઠપ્પ થઈ જતા હાલ સલામતીના ધોરણે જામનગર અને કચ્છને જોડતા કોસ્ટલ હાઇવે બંધ કરી દેવામાં આવ્યો હોવાનું માર્ગ અને મકાન વિભાગના અધિકારી હિતેશ આદ્રોજાએ જણાવ્યું છે.

- text

- text