- text
પાલિકાને કચરો ઉપાડવા અનેક રજૂઆતો કરવા છતાં કોઈ યોગ્ય પગલાં લેવાતાં નથી
મોરબી : મોરબી વોર્ડ નં.૧૧ના લાયન્સનગરના મુખ્ય માર્ગો પર ગંદકીના ગંજ ખડકાતા સામાજિક કાર્યકર દ્વારા પાલિકાને કચરો ઉપાડવા અનેક રજૂઆતો કરવા છતાં કોઈ યોગ્ય પગલાં લેવાતાં નથી. કચરાની ગાડી દરેક વિસ્તારોમાં કચરા લેવા જાય છે માત્ર લાયન્સનગરમાં જ કચરા ઉપાડવા નથી આવતી રહીશોએ આક્ષેપો કર્યા છે.
સામાજિક કાર્યકર અબ્દુલભાઈ બુખારીએ નગરપાલિકામાં ચીફ ઓફિસરને રજૂઆત કરતા જણાવ્યું છે કે શનાળા બાયપાસ પાસે આવેલ વોર્ડ નં.૧૧ના લાયન્સનગર કે જેના મુખ્ય માર્ગો પર કચરાના ઢગ ખડકાયા છે.જે અહી કચરા લેવા કે ઉપાડવાની કોઈ વ્યવસ્થા નથી.જેથી ના છૂટકે રોડ પર કચરા નાખવાની ફરજ પડે છે.રોડ પરથી ચાલનારા રાહદારીઓને અતિ ખરાબ વાંસ લેવી પડે છે અને મચ્છર માખીનો ઉપદ્રવ વધી રહ્યો છે. નગરપાલિકામાં કચરો ઉપાડવા માટે અનેક રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ આવ્યું નથી.ગંદકીના કારણે લોકોના આરોગ્ય પર ખતરો ઊભો થયો છે. ગોકુલનગર, આનંદનગર, તુલસી પાર્ક, ગુલાબનગર દરેક વિસ્તારોમાં કચરો લેવા માટે ગાડી આવે છે. માત્ર લાયન્સનગરમાં જ પાલિકાની ગાડી કચરો ઉપાડવા આવતી નથી.
- text
- text