રાજસ્થાનની ઘટનાના વિરોધમાં ટંકારામાં અનુ.જાતિ દ્વારા મામલતદારને આવેદન

- text


 

ટંકારા : ટંકારાના અનુ. જાતિ સમાજના લોકો દ્વારા રાજસ્થાનના જાલોરમાં થયેલ બનાવ બાબતે વિરોધ વ્યક્ત કરીને મામલતદારને આવેદન પાઠવવામાં આવ્યું હતું.

રાજસ્થાનના જાલોર જિલ્લાના સુરાણા ગામે તા. ૨૦-૭-૨૦૨૨ના દિવસે અનુ. જાતિના ઈન્દ્રમેઘવાળ (ઉ.વ.૮) ચાલુ સ્કુલે માટલામાંથી પાણી ભરીને પીતા સવર્ણ જ્ઞાતિના શિક્ષકે તેના ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં બાળકને ગંભીર ઈજા થયેલ જેમાં ગંભીર ઈજાના કારણે ૧૫ દિવસની સારવાર દરમ્યાન તે બાળકનું તા. ૧૩-૮ ૨૦૨૨ ને શનિવારના રોજ દુઃખદ મૃત્યુ થયેલ. આ ઘટનાને ગુજરાત અનુ.જાતિ લોકોએ રાજસ્થાન સરકાર સામે આક્રોશ પ્રગટ કરી વખોડી કાઢેલી છે. આજે ૭૫ વર્ષ આઝાદીને થયેલ હોય છતાં પણ અસ્પૃતા હોઈ તો સરકારે ગંભીર નોંધ લેવાની જરૂર છે.

આ અનુસંધાને સમસ્ત અનુ.જાતિ સમાજની માંગણી છે કે આવું કૃત્ય કરનાર આ શિક્ષકને જાહેરમાં ફાંસીની સજા થવી જોઈએ. જેથી આવનાર સમયમાં આવું કૃત્ય બીજાવાર કોઈ કરી ન શકે.

- text

- text