માળિયા- જામનગર હાઈવે ખખડધજ હાલતમાં : લોકોને હાલાકી

- text


 

માળિયા : માળિયા- જામનગર હાઇવે ખખડધજ હાલતમાં છે. જેને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર હવે જાગે અને આ રોડ બનાવે તેવી પ્રબળ લોકમાંગ ઉઠવા પામી છે.

માળિયાના સ્થાનિકોના જણાવ્યા અનુસાર માળિયાથી જામનગરનો હાઇવે અતિ ભયાનક સ્થિતિમાં છે. લાંબા સમયથી આ રોડ બનાવવાની માંગણી કરવામાં આવી છે. પણ હજુ સુધી કોઈ દરકાર લેવામાં આવી નથી. વરસાદ પડતાં રોડની હાલત અતિ બિસ્માર થઈ ગઈ છે. રોડ ઉપર મસમોટા ખાડા જીવલેણ બને તે પહેલાં તંત્ર આ રોડની કામગીરી કરે તેવી માંગ ઉઠી છે.

- text

- text