મોરબી જિલ્લામાં શ્રાવણીયા જુગાર ઉપર પોલીસ તૂટી પડી, 32 પતાપ્રેમી ઝડપાયા

- text


સાતમ આઠમ નજીક આવતા પોલીસે શ્રાવણીયા જુગાર સામે કાર્યવાહી વધુ તેજ કરી

મોરબી : મોરબી જિલ્લામાં હવે શ્રાવણીયો જુગાર ચરમસીમાએ પહોંચી ગયો હોય અને શેરીએ ગલી અને મકાનો સહિત છાનેખૂણે તમામ જગ્યાએ જુગાર રમાતો હોવાથી પોલીસે કાર્યવાહી વધુ તેજ કરી છે અને ગઈકાલે મોરબી જિલ્લામાં શ્રાવણીયા જુગાર ઉપર પોલીસ તૂટી પડી હતી અને 32 પતાપ્રેમી ઝડપી લીધા હતા.

મોરબી સીટી બી ડીવીજન પોલીસે બાતમીના આધારે વીસીપરા અમરેલી રોડ ઉપર ખાદી ગ્રામોધોગ સામે શક્તિમેડીકલ પાછળની શેરીમાં જાહેરમા જુગાર રમતા આરોપીઓ મનોજભાઇ વિજયભાઇ હળવદીયા, રાજેન્દ્રભાઇ વિજયભાઇ હળવદીયા, અર્જુનભાઇ મગનભાઇ હળવદીયા, પ્રવિણભાઇ તુલસીભાઇ હળવદીયા, અનિલભાઇ અમરશીભાઇ હળવદીયા, વિશાલભાઇ તુલસીભાઇ હળવદીયા, રાહુલભાઇ વિજયભાઇ હળવદીયાને રોકડા રૂ.૧૧,૧૦૦ સાથે ઝડપી લીધા હતા.

તેમજ મોરબી સીટી બી ડીવીજન પોલીસે મોરબી નવલખી રોડ લાયન્સનગર આરકલી વિસ્તાર સતનામ એપાર્ટ્મેન્ટની બાજુની શેરીમા જાહેરમાં જુગાર રમતા મયુરભાઇ અનીલભાઇ રાઠોડ, ગૌતમભાઇ અમ્રુતભાઇ સોલંકી, અશ્વિનભાઇ મનુભાઇ વાઘેલા, મહેશભાઇ મનુભાઇ વાઘેલા, વિજયભાઇ દીલીપભાઇ પરમારને રોકડા રૂપીયા-૧૦૦૫૦ સાથે ઝડપી લીધા હતા.

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે આરોપીઓ સુનિલભાઈ શંકરભાઈ સારલા, રાજેશભાઇ છનાભાઈ સારલા, ભરતભાઈ અરજણભાઈ સારલા, હર્ષદભાઇ છગનભાઇ ધોડકીયા, મનોજભાઇ નાનજીભાઇ વાટુકીયાને વાંકાનેર નવાપરા ખડીપરાચોક જાહેરમા ગંજીપતાના પાનાવતી પૈસાની લેતી દેતી કરી તીન પતીનો હારજીતનો જુગાર રમતા રોકડા રૂ.૧૧,૬૫૦ સાથે ઝડપી લીધા હતા.

- text

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન સ્ટાફે આરોપીઓ રોહીતભાઈ દિલીપભાઈ પરમાર, રશીકભાઈ પ્રભુભાઈ શંખેસરીયા, મનસુખભાઈ ભગવાનજીભાઈ સીતાપરા, શંકરભાઇ નાગજીભાઇ પાડલીયાને વાંકાનેર નવાપરા પંચવટી સોસાયટી શેરીમા જાહેરમા ગંજીપતાના પાનાવતી પૈસાની લેતી દેતી કરી તીનપતીનો હારજીતનો જુગાર રમતા રોકડા રૂ.૧૩,૯૦૦ સાથે ઝડપી લીધા હતા.

ટંકારા પોલીસ સ્ટેશન સ્ટાફે આરોપીઓ સંજય રમેશભાઇ વરાણીયા, સાગર સવજીભાઇ માલકીયા, ગૌતમ રાજેશભાઇ જીજુવાડીયા, હિતેષ રાઘવજીભાઇ માલકીયા, સવજીભાઇ લવજીભાઇ માલકીયાને ઘુનડા (ખા)ગામે કોળીવાસના નાકે જય ભગવાન કિરાણા સ્ટોર દુકાનની બાજુમાં ખુલ્લી જગ્યામાં ગંજી પતાના પાના વડે પૈસાની હારજીતનો તીનપતિનો રોન પોલીસનો જુગાર રમતા રોકડ રૂપીયા ૧૨,૩૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

જ્યારે માળીયા મીં.પોલીસ સ્ટાફે ખીમજીભાઇ છગનભાઇ ચાવડા, ગનીભાઇ હાસમભાઇ કડીયા, દેશાભાઇ રામાભાઇ ચાવડા, દિનેશભાઇ દેવદાનભાઇ ચાવડા, જયંતીલાલ મોહનભાઇ મોરડીયા, વશરામભાઇ દેશાભાઇ ડાંગરને નાની બરાર ગામે ઝાપા પાસે તળાવની પાળે જાહેરમા ગંજી પતાના પાના અને પૈસા વતી પૈસાની હારજીત નો તીનપતિનો રોન પોલીસનો જુગાર રમતા રોકડા રૂપીયા ૧૫૪૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

- text