અમદાવાદ – ઓખા વચ્ચે દોડશે સુપરફાસ્ટ જન્માષ્ટમી સ્પેશિયલ ટ્રેન

- text


મોરબી : પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખતાં જન્માષ્ટમીના તહેવાર માટે અમદાવાદ અને ઓખા વચ્ચે જન્માષ્ટમી સ્પેશિયલ ટ્રેનની કુલ 6 ટ્રીપ વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જેમાં ટ્રેન નંબર 09435 અમદાવાદ-ઓખા સ્પેશિયલ તારીખ 13, 17 અને 18 ઓગસ્ટ 2022 ના રોજ અમદાવાદ થી સાંજે 19.30 કલાકે ઉપડીને બીજા દિવસે સવારે 04.00 કલાકે ઓખા પહોંચશે. આ જ રીતે ટ્રેન નંબર 09436 ઓખા-અમદાવાદ સ્પેશિયલ તારીખ 14, 20 અને 21 ઓગસ્ટ 2022 ના રોજ ઓખા થી રાત્રે 23.45 કલાકે ઉપડીને બીજા દિવસે સવારે 08.45 કલાકે અમદાવાદ પહોંચશે.

- text

માર્ગમાં આ ટ્રેન બંને દિશાઓમાં ચાંદલોડીયા, વિરમગામ, સુરેન્દ્રનગર, થાન, વાંકાનેર, રાજકોટ, હાપા, જામનગર, ખંભાળિયા અને દ્વારકા સ્ટેશનો પર રોકાશે. ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર અને જનરલ શ્રેણીના કોચ રહેશે.

ટ્રેન નંબર 09435/36 નું બુકિંગ પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર શરૂ છે. ટ્રેનોના પરિચાલન સમય, રોકાણ અને સંરચનાથી સંબંધિત વિસ્તૃત માહિતી માટે યાત્રી http://www.enquiry.indianrail.gov.in પર જઈને જોઈ શકે છે.

- text