મોરબીના ટીંબડી ગામે સાધુ સમાજે તિરંગો લહેરાવી નવી જનોઈ ધારણ કરી

- text


મોરબી : મોરબીના ટીંબડી ગામે રામાનંદી સાધુ સમાજે રક્ષાબંધનના દિવસે પ્રથમ તિરંગો લહેરાવી બાદમાં નવી જનોઈ ધારણ કરી હતી.

મોરબીના ખોબા જેવડા ટીંબડી ગામે રામાનંદી સાધુ સમાજમાં દેશપ્રેમ જોવા મળ્યો હતો. રક્ષાબંધનના પાવન પર્વ નિમિતે જનોઈ બદલી નવી જનોઈ ધારણ કરવા એકત્રીત થયેલ સાધુ સમાજે પ્રથમ દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, અને ૧૫મી ઓગસ્ટને ગણતરીના દિવસો બાકી છે ત્યારે સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગાના ભાગરૂપે ઠેર-ઠેર તિરંગા યાત્રા સહીતના કાર્યક્રમ યોજાઈ છે, ત્યારે મોરબીના ટીંબડી ગામે રક્ષાબંધનના પાવન પર્વ નિમિતે રામાનંદી સાધુ સમાજના રીતરિવાજ મુજબ યુવાનો, વડીલો જનોઈ બદલવા એકત્રીત થયા હતા. પરંતુ પ્રથમ દેશપ્રેમની ભાવના દેશભક્તિ સાથે તિરંગાને માનભેર મહત્વ આપીને દરેક સાધુએ તિરંગો ધારણ કરી રાષ્ટ્રપ્રેમ બતાવી સાધુ સમાજ અનોખી રીતે તરી આવ્યા હતા અને ત્યારબાદ જનોઈ બદલીને નવી જનોઈ ધારણ કરી હતી.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે રામાનંદી સાધુ સમાજમાં દેશપ્રેમને લગતા વિચારો દેશભક્તિ ઉભરી આવતા અનોખી રીતે ઉજવણી કરી હતી. જેમા પ્રથમ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અંતર્ગત તિરંગાને સલામ કર્યા બાદ જનોઈ બદલાવી નવી જનોઈ ધારણ કરી હતી.

- text