હર ઘર તિરંગા : મોરબીમાં ઘર, ઓફિસ, કારખાના, કચેરી, કોમ્પલેક્ષમાં લેહરાયો તિરંગો

- text


વિવિધ સંસ્થા અને તંત્ર દ્વારા મોરબીમાં 2 લાખથી વધુ તિરંગાનું વિતરણ કરાયું : બેઠો પુલ અને મયુર પુલને રાષ્ટ્ધ્વજરૂપી પેઇન્ટિગ કરાયું

મોરબી : મોરબી આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ દેશભક્તિના રંગે રંગાઈ ગયું છે. હર ઘર તિરંગા હેઠળ વિવિધ સંસ્થા અને તંત્ર દ્વારા 2 લાખથી વધુ તિરંગાનું વિતરણ થતા મોટાભાગના ઘરો, દુકાનો , કોમલેક્સ ઉપર, ઓફીસ, ઉધોગો, સરકારી કચેરી સહિત સર્વત્ર તિરંગો છવાયો છે. બેઠો પુલ અને મયુર પુલને રાષ્ટ્ધ્વજરૂપી પેઇન્ટિગ કરાયું હતું.

મોરબીમાં આઝાદી કા અમૃત મહોત્સવ એટલે 15 ઓગસ્ટે દેશને આઝાદી મળી હોય એના 75 વર્ષ પુરા થતા હોવાથી દરેક મોરબીવાસીઓમાં રાષ્ટ્ભાવના જાગૃત થાય તે માટે વહીવટી તંત્ર, પધાધિકારી અને સંસ્થાઓ તનતોડ પ્રયાસો કરી રહી છે. ખાસ કરીને દેશની આન બાન અને શાન ગણાતા અને જેના સન્માન અને રક્ષણ માટે હજારો ક્રાંતિવિરો અને દેશના જાંબાઝ વીર સૈનિકોએ પ્રાણની આહુતિ આપી હોય એ દેશની સર્વોચ્ચ ગરીમાનું પ્રતીક રાષ્ટ્ધ્વજ દરેક ઘરે લહેરાઈ એ માટે સરકારે હર ઘર તિરંગા અભિયાન જાહેર કરી વહીવટી તંત્ર, સીરામીક એસોસિએશન,વિવિધ સંસ્થાઓ દ્વારા 2 લાખ જેટલા તિરંગાનું વિતરણ કરાયું છે. આથી 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી દરેક ઘરે, દુકાનો, ઓફિસો, ઐતિહાસિક ઇમારતો સહિત દરેક સ્થળે તિરંગા લહેરવાનું કામ ચાલી રહ્યું છે. એકદરે આખા શહેરને રાષ્ટ્ધ્વજ થકી રાષ્ટ્પ્રેમમાં તરબોળ કરવા માટે તાડામાર તૈયારીઓ ચાલી રહી છે.

- text

- text