હળવદના દેવળીયા ગામે પાંચ જુગારી પકડાયા

- text


હળવદ : હળવદ તાલુકાના દેવળીયા ગામે પાધેડા વાળી સીમમાં વોકળાનાં કાંઠે જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગારની મહેફિલ માંડવા બેઠેલા શંકરભાઈ રામજીભાઈ ભોરણીયા, રમેશભાઈ મનજીભાઈ માલાસણા, કાંતીલાલ ભુદરભાઈ જોટાણીયા, અરવિંદભાઇ લક્ષમણભાઈ ભોરણીયા અને પ્રકાશભાઈ રૂગનાથભાઈ ભોરણીયાને રોકડા રૂપિયા 24,500 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text