વાંકાનેરના ગુંદાખડા ગામે દારૂની ત્રણ બોટલ સાથે બે ઝડપાયા

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામે તાલુકા પોલીસે મોટર સાયકલ ઉપર વિદેશી દારૂની ત્રણ બોટલ લઈને નીકળેલા બે ઇસમોને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

- text

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન ગુંદાખડા ગામના બસસ્ટેન્ડ પાસેથી આરોપી સંજયભાઇ જેમાભાઇ ડાભી અને અજીતભાઇ જીવણભાઇ ધોરીયા, રહે.બન્ને સતાપર વાડી વિસ્તાર વાળાને રૂપિયા 30 હજારની કિંમતના મોટર સાયકલ ઉપર મેકડોવેલ્સ નં.-1 સુપીરીયર વ્હીસ્કીની ત્રણ બોટલ કિંમત રૂપિયા 1125 સાથે ઝડપી લઈ કુલ રૂપિયા 31,125નો મુદામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text