મોરબીના ભળીયાદ ગામે જુગાર રમતા પાંચ પકડાયા, એક નાસી ગયો

- text


મોરબી : મોરબી તાલુકાના ભળીયાદ ગામે તાલુકા પોલીસે રામાપીરના ઢોળા પાસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા જયુભા પચાણજી ઝાલા, દશરથભાઇ રમેશભાઇ મકવાણા, રામજીભાઇ સવશીભાઇ સનુરા, અફજલભાઇ ઉર્ફે જલો અકબરભાઇ સમા અને રવિભાઇ હેમંતભાઇ કુંવરીયાને ઝડપી લીધા હતા જ્યારે સાગરભાઇ કિશોરભાઇ રાઠોડ નામનો જુગારી અંધારામાં નાસી ગયો હતો. પોલીસે દરોડા દરમિયાન રોકડા રૂપિયા 35,400 કબ્જે કરી જુગારધારા અન્વયે તમામ આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text