પૂર્વ ધારાસભ્ય કાનાભાઇના આંગણે દરજી સમાજના યુગલના ઘડિયા લગ્ન યોજાયા  

- text


મોરબી : મોરબી પાટીદાર સમાજની ઘડિયા લગ્નની પ્રેરણાદાયી પહેલ અંતર્ગત આજ રોજ દરજી સમાજના નવયુગલે પૂર્વ ધારાસભ્યના આંગણે પ્રભુતામાં પગલાં પાડયા હતા.યુગલને નમો ઘડિયાળ આપી આશીર્વાદ આપવામાં આવ્યા હતા.

મોરબીથી શરૂ થયેલ ઘડિયા લગ્નની પરંપરા યથાવત રાખવા મોરબી-માળિયાના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના નિવાસ સ્થાને સામાજિક સમરસતાના સંદેશ સાથે ઘડિયા લગ્ન માટે કાયમી મંડપ રોપવામાં આવ્યો છે.જેમાં ગઈકાલે દરજી સમાજના યુવક યુવતીના ઘડિયા લગ્ન યોજાયા હતા.જેમાં ધીરજભાઈ ગોવિંદભાઇ ચૌહાણના પુત્ર હાર્દિકના શુભલગ્ન ધ્રોલના રહેવાસી જયસુખભાઈ સોલંકીની પુત્રી પૂજાબેન સાથે યોજાયા હતા.

આ પ્રસંગે વોર્ડ નંબર 7ના કાઉન્સિલર સીમાબેન અશોકભાઈ સોલંકી, મોરબી જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી જે.પી જેસ્વાણી, રશ્મિનભાઇ દેસાઈ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં અને નવયુગલને નમો ઘડિયાળ આપી આશિર્વાદ આપ્યા હતા.

- text

- text