આભાર મોરબી….ઇન્સ્ટાગ્રામમાં ‘મોરબી અપડેટ’ના ફોલોવર્સની સંખ્યા 1 લાખને પાર

મોરબીવાસીઓએ અનેક રિલ્સ ઉપર અપાર પ્રેમ વરસાવી મિલિયન્સમાં વ્યુ આપ્યા : દરેક ઘટનાઓ તેમજ જાણવા જેવી બાબતોની રિલ્સ સ્વરૂપે થતી પ્રસ્તુતિને દર્શકોએ ખૂબ વધાવી

મોરબી : બદલાતા સમય સાથે તાલમેલ સાધીને મોરબી અપડેટ પણ માધ્યમોમાં ફેરફાર કરતું આવ્યું છે. અત્યારના ટ્રેન્ડ પ્રમાણે યુવાનોમાં ઇન્સ્ટાગ્રામનું ખૂબ આકર્ષણ હોય મોરબી અપડેટ દ્વારા ઇન્સ્ટાગ્રામનું પ્લેટફોર્મ શરૂ કરી દરેક અપડેટ આપી રહ્યું છે. જેને મોરબીવાસીઓએ દિલથી વધાવતા ફોલોવર્સની સંખ્યા 1 લાખને પાર થઈ ગઈ છે.

મોરબી જિલ્લાના તમામ સમાચારો ઝડપી અને સચોટ રીતે આપી મોરબી જિલ્લાનું નંબર 1 ન્યુઝ નેટવર્ક એવું મોરબી અપડેટ એપ્લિકેશન, વેબસાઈટ ઉપરાંત ફેસબુક, યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ ધરાવે છે. યુવા વર્ગ ઇન્સ્ટાગ્રામનો વધુ ઉપયોગ કરતો હોય, તેઓ ઇન્સ્ટાગ્રામના માધ્યમ ઉપરથી સમાચારની અપડેટ, કઈક નવું જાણવા જેવું તેમજ કોઈ ઘટનાઓ રિલ્સ તરીકે જોઈ શકે તે માટે મોરબી અપડેટે પ્રયાસો કર્યા હતા. આ પ્રયાસો સફળ રહ્યા છે.

ઇન્સ્ટાગ્રામ ઉપર મોરબી અપડેટના ફોલોવર્સની સંખ્યા 1 લાખને પાર થઈ ગઈ છે. આ સફર દરમિયાન અનેક રિલ્સે મિલિયન્સ વ્યુ મેળવ્યા છે. આ પ્રેમ વરસાવા બદલ મોરબી અપડેટ તમામ વ્યૂઅર્સનો દિલથી આભાર માને છે. સાથે મોરબી અપડેટ આગામી દિવસોમાં રિલ્સ સ્વરૂપે તમામ નાની- મોટી ઘટનાઓ વ્યૂઅર્સ સુધી પહોચાડવાના બનતા તમામ પ્રયાસો કરશે.