દિવાળી સુધીમાં મોરબીની નવી મેડિકલ કોલેજનું બાંધકામ પૂર્ણ થવાની સંભાવના

- text


મેડિકલ કોલેજમાં ગર્લ્સ, બોયઝ હોસ્ટેલ, કેન્ટીન, બે સબ સ્ટેશન સહિતના કામ પુરજોશમાં

મોરબી : મોરબીમાં રૂપિયા 497 કરોડના ખર્ચે નવી મેડિકલ કોલેજ, હોસ્પિટલ સહિતનું કામ હાલમાં પુરજોશમાં ચાલી રહ્યું છે, જો કે, હાલમાં ચૂંટણી તેમજ લગ્નસરાની સીઝનના કારણે શ્રમિકો વતનમાં ગયા હોવા છતાં દિવસ-રાત મેડિકલ સંકુલનું કામ શરૂ રાખવામાં આવતા આગામી દિવાળી સુધીમાં સંભવતઃ મેડિકલ કોલેજ અને બોયઝ-ગર્લ્સ હોસ્ટેલનું કામ પૂર્ણ કરી લેવામાં આવશે તેવી શક્યતા રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગના ઈજનેર દ્વારા વ્યકત કરવામાં આવી છે.

મોરબી જિલ્લાને મેડિકલ કોલેજ મળતા રાજકોટ- મોરબી હાઇવે ઉપર શનાળા નજીક હાલમાં મેડિકલ કોલેજ, હોસ્પિટલ, બોયઝ-ગર્લ્સ હોસ્ટેલ, નર્સીંગ હોસ્ટેલ, કેન્ટીન, સ્ટાફ ક્વાટર્સ અને મેડિકલ કોલેજ તેમજ હોસ્પિટલ માટે અલાયદા વીજ સબસ્ટેશન નિર્માણની કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે, તાજા ભૂતકાળમાં છત ભરાઈ વખતે દુર્ઘટના સર્જાયા છતાં પણ બાંધકામ પ્રક્રિયાને કોઈ જ અસર પડી નથી.

મોરબી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ સંકુલ નિર્માણ અંગે આરએન્ડબીના પીડીયું વિભાગના ઈજનેર નાથાણીએ જણાવ્યું હતું કે, મોરબી મેડિકલ કોલેજ અને બોયઝ તેમજ ગર્લ્સ હોસ્પિટલનું કામ હાલમાં પુરજોશથી ચાલી રહ્યું છે, રૂપિયા 497 કરોડના આ પ્રોજેક્ટમાં હાલમાં કામની ઝડપ જોતા સંભવતઃ દિવાળીના સમયગાળા સુધીમાં મેડિકલ કોલેજ અને બોયઝ તેમજ ગર્લ્સ હોસ્ટેલ પૂર્ણ કરી લેવામાં આવશે, સાથે-સાથે હોસ્પિટલ નિર્માણનું કામ પણ વેગવાન હોવાનું તેમને ઉમેર્યું હતું.


છત દુર્ઘટના બાદ મેડિકલ કેમ્પસમાં સેફટીનો કડક અમલ

મોરબીમાં નિર્માણાધીન મેડિકલ કોલેજમાં છતની ભરાઈ વખતે ટેકો ખસી જવાથી દુર્ઘટના સર્જાતા ત્રણથી ચાર જેટલા શ્રમિકો કાટમાળ હેતલ દટાઈ જ્ઞાની ઘટના બાદ સેફટીના કડક પગલાં લેવામાં આવ્યા હોવાનું અને હાલમાં બાંધકામ સાઈટ ઉપર તમામ શ્રમિકોને ફરજીયાત હેલ્મેટ અને બેલ્ટ સાથે જ કામ ઉપર જ દેવામાં આવતા હોવાનું તેમજ જોખમની જગ્યાએ નેટ બાંધવા સહિતના પગલાં લેવામાં આવ્યા હોવાનું આરએન્ડબીના ઈજનેર નાથાણીએ જણાવ્યું હતું.

- text


- text