રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ હળવદની કારોબારી બેઠક યોજાઈ 

- text


જૂની પેન્શન યોજના સહિતના પડતર પ્રશ્ને ચર્ચા કરાઈ

હળવદ: અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ સંલગ્ન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ હળવદની વિસ્તૃત કારોબારી સભા યોજાઈ હતી જેમાં અલગ અલગ જવાબદારીની સોંપણી કરવામાં આવી હતી.

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ હળવદ તાલુકાના અધ્યક્ષ તરીકે વાસુદેવભાઈ ભોરણિયા, મંત્રી તરીકે રાજુભાઇ ગોહિલ, હિતેશભાઈ જાદવની સંગઠન મંત્રી તરીકે, કરશનભાઈ ડોડીયાની રાજ્ય પ્રતિનિધિ તરીકે, નટવરભાઈ પટેલની જિલ્લા પ્રતિનિધિ તરીકે, અનિલભાઈ વાઘેલા અને કેતનભાઈ વડાવિયાની સિનિયર ઉપાધ્યક્ષ તરીકે, મહેન્દ્રભાઈ ગોસરા, લાલજીભાઈ મકવાણા, પરેશભાઈ લુહાર, મનોજભાઈ પટેલ, ધવલભાઈ સંઘાણીની મંડળ સંયોજક તરીકે, મહેન્દ્રભાઇ પટેલ, હાર્દિકભાઈ પટેલ, હરિસિંહ રાઠોડ, પ્રવીણભાઈ કુરિયા, પરેશભાઈ પટેલની ઉપાધ્યક્ષ તરીકે, નુતનબેન વરમોરાની મહિલા ઉપાધ્યક્ષ તરીકે, નીતુબેન ચૌહાણની મહિલા મંત્રી તરીકે, રવિતાબેન કાસુન્દ્રાની મહિલા સહમંત્રી તરીકે, વિઠ્ઠલભાઈ કણઝરિયા, મયંકભાઇ મેરજા, ચેતનકુમાર એરવાડીયા, ઘનશ્યામભાઈ સોનગ્રાની સહ સંગઠનમંત્રી તરીકે, સુરેશભાઈ રથવી, નવીનભાઈ પટેલ, નરેશભાઈ જાદવ, અવિનાશભાઈ ડામોર, નરેશભાઈ સોનાગ્રાની સહમંત્રી તરીકે, હરમીતભાઈ પટેલની કોષાધ્યક્ષ તરીકે, દિનેશભાઈ રંગાળીયાની કાર્યલય મંત્રી અને દશરથસિંહ ચૌહાણની સહ કાર્યાલય મંત્રી તરીકે પસંદગી કરવામાં આવી છે. સાથે સાથે શિક્ષકોના મહત્વના મુદ્દા પૈકી જૂની પેન્શન યોજના માટે આગામી રાજ્ય સ્તરેથી આક્રમક લડતના કાર્યક્રમ આપવા બાબત, શિક્ષકો ને C.R. રિપોર્ટ ઝડપથી મળવા બાબત, GPF ખાતા જેતે જિલ્લામાં ટ્રાન્સફર કરવા બાબત અને અન્ય પ્રશ્નોનું નિરાકરણ આવે એની ચર્ચા કરવામાં આવી હતી.

- text

- text