હળવદ નવા દેવળિયામાં વિદ્યાર્થીઓએ રેલી યોજી દેશ ભક્તિનો માહોલ સર્જ્યો

- text


હળવદઃ દેશની આઝાદીનું 75મું વર્ષ ચાલી રહ્યું છે. સ્વતંત્રતા દિવસ નજીક આવી રહ્યો છે ત્યારે ઠેર ઠેર આઝાદી કા અમૃત મહોત્સવની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મોરબી જિલ્લાના હળવદ તાલુકાના નવા દેવળિયા ગામે નવા દેવળિયા પ્લોટ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રેલી યોજી દેશભક્તિનો માહોલ સર્જ્યો હતો.

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત નવા દેવળિયા પ્લોટ શાળા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા રેલી યોજવામાં આવી હતી. જેમાં દરેક વિદ્યાર્થીઓના હાથમાં દેશનો રાષ્ટ્રધ્વજ આપવામાં આવ્યો હતો અને દેશભક્તિના નારા સાથે રેલી કાઢી દેશભક્તિનો માહોલ ઉભો કરવામાં આવ્યો હતો.

- text

- text