લમ્પી વાયરસના કારણે હરબટીયાળી ગામમાં અત્યાર સુધી 45 ગાય સહિત 50 પશુઓના મોત

- text


 

મૃત ગાયોને સમાધિ આપવા ગૌ પ્રેમીની અનોખી સેવા

ટંકારા: તાલુકા સહિત સમગ્ર ગુજરાતમાં લંપી વાયરસે હાહાકાર મચાવ્યો છે. આ રોગના કારણે દરરોજ મોટી સંખ્યામાં પશુઓ મૃત્યુ પામે રહ્યા છે. ત્યારે લંપી વાયરસના કારણે હરબટીયાળી ગામમાં આશરે 45 ગાયો તથા પાંચ ધણખૂટિયાના મોત અત્યાર સુધી થઈ ચૂક્યા છે. ગામ લોકોના જણાવ્યા પ્રમાણે હજુ પણ દરરોજ ચારથી પાંચ ગાયોના મોત થાય છે.

- text

જોકે ગામના ગૌ પ્રેમીઓ દ્વારા દરેક ગાયોના મૃતદેહને સમાધિ આપવામાં આવી રહી છે. ગાયોના મૃતદેહને સમાધિ માટે લઈ જવા હરબટીયાળી ગામના ગૌ પ્રેમી અનિલભાઈ દુબરીયા પોતાના જેસીબી મશીન દ્વારા તદ્દન મફત સેવા આપી રહ્યા છે. હાલ હરબટીયાળી ગામમાં જે રીતે લંપી વાયરસના કારણે ગાયોના મોત થઈ રહ્યા છે તેને લઈને સમગ્ર ગામમાં ગમગીનીનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો આ બીમારીમાંથી પશુધનને બચાવવા માટે પ્રાર્થના કરી રહ્યા છે.

- text