વાંકાનેરના પંચાસિયા ગામે ઔદ્યોગિક એકમમાંથી રૂ. ૮૦ લાખની વીજ ચોરી પકડાઈ

- text


 

જીયુવીએનએલની વિજિલન્સ ટિમે પાડી રેઇડ : સ્થાનિક કર્મચારીની સંડોવણી છે કે નહીં તે અંગે તપાસ શરૂ

વાંકાનેર : વાંકાનેરના પંચાસીયા ગામે આવેલ પટેલ ફ્યુઅલમાં જીયુવીએનએલની વિજિલન્સ ટિમ દ્વારા દરોડો પાડી રૂ. ૮૦ લાખની વીજચોરી પકડી પાડવામાં આવી છે. સાથે આમાં કોઈ સ્થાનિક કર્મચારીની સંડોવણી છે કે નહીં તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

વડોદરા જી.યુ.વી.એન.એલ વિજીલન્સ વિભાગની ટીમો દ્વારા સ્થાનીક નાયબ ઇજનેરને સાથે રાખી અનુપમસીંઘ ગહલોત, આઇ.પી.એસ ADGP(S), અને એચ.આર.ચૌધરી IPS, JEDની સુચનાથી વાંકાનેરના પંચાસીયા ગામે પી.જી.વી.સી.એલ ના અંતરીયાળ ઔદ્યોગીક વીજજોડાણ “પટેલ ફ્યુઅલ” માં ચેકીંગ રેઇડ કરવામાં આવેલ હતી. જ્યાં ૯૦ હોર્સ પાવરના વીજ જોડાણમાં ટ્રાન્સફોર્મરથી ડાયરેક્ટ કેબલ નાખી મીટર બાયપાસ કરતા રંગે હાથ પકડી પાડવામાં આવેલ તેમજ સ્થાનીક વાંકાનેર નાયબ ઇજનેર દ્વારા રૂ. ૮૦ લાખનું પાવર ચોરીનું બીલ આપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.

- text

નોંધનીય છે કે રાજાવડલા ગામમાં નજીકના ભુતકાળમાં બે ઔદ્યોગિક વિજ-જોડણોમાં ૧ કરોડની વિજ ચોરી વડોદરાની ટીમો દ્વારા પકડવામાં આવેલ તેમજ હાલ પણ જે આ વિજ-ચોરી ઓધૌગીક જોડાણમાં પકડાયેલ તેનાથી વિજ-ચોરોમાં ફફડાટ ફેલાવા પામેલ છે તેમજ ઉપરોક્ત પકડાયેલ વિજ ચોરીમાં
સ્થાનીક કર્મચારીની સંડોવણી છે કે નહી તે અંગેની તપાસ ચાલુ છે.

- text