રેસિપી અપડેટ : ફરાળમાં બનાવો એકદમ ટેસ્ટી મોરૈયાની ખીચડી

- text


તમે પણ શ્રાવણ મહિનો કરો છો તો ઉપવાસમાં એવી વાનગી ખાઓ જેનાથી તમારું પેટ ભરેલું રહે અને આખો દિવસ એનર્જી પણ રહે. મોરૈયાની ખીચડી ઉપવાસમાં ખાવાની બહુ જ મજા આવે છે. પણ જો તમે આ રીતથી ઘરે મોરૈયો બનાવશો તો ચીકણો નહિં લાગે અને ટેસ્ટી પણ લાગશે. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો ફરાળી મોરૈયાની ખીચડી…


સામગ્રી:-

મોરૈયો
શેકેલા સિંગદાણા
બટાકા
ઝીણાં સમારેલા લીલા મરચાં
મીઠા લીમડાના પાન
મરચું
હળદર
મીઠું
તેલ
જીરું
ટામેટું
ઘી
લવિંગ
તજ


બનાવવાની રીત:-

મોરૈયાની ખીચડી બનાવવા માટે સૌ પ્રથમ બટાકા અને ટામેટાને ધોઇને જીણાં સમારેલી લો. પછી લીલા મરચાં ધોઇ લો અને ઝીણાં સમારી લો.

હવે એક પેન લો અને એમાં તેલ અને ઘી ગરમ કરવા માટે મુકો. તેલ અને ઘી ગરમ થઇ જાય એટલે એમાં જીરું અને મીઠો લીમડો નાંખો.

ત્યારબાદ આમાં લવિંગ, તજ અને લીલા મરચાં નાંખો. પછી ઝીણાં સમારેલા બટાકા નાંખો અને બે મિનિટ માટે સાંતળો. ત્યારબાદ આખા સિંગદાણા નાંખો.

- text

હવે મોરૈયાને બે વાર ચોખ્ખા પાણીથી ધોઇ લો જેથી કરીને રેત ના આવે અને મોરૈયો ચોખ્ખો થઇ જાય. પછી આ મોરૈયાને વઘારમાં મિક્સ કરો અને બે મિનિટ માટે ધીમા ગેસે પાણી નાંખ્યા વગર થવા દો, જેથી કરીને ટેસ્ટ મસ્ત આવે.

મોટાભાગના લોકો મોરૈયાને પાણી સાથે નાંખતા હોય છે, આમ કરવાથી ટેસ્ટ થોડો ફિક્કો થઇ જાય છે. પછી આમાં ટામેટું નાંખો.

હવે મોરૈયામાં જરૂર મુજબ પાણી નાંખો અને ઢાંકી દો. 10 મિનિટ રહીને ચેક કરી લો કે મોરૈયો થયો છે કે નહિં.

જો મોરૈયો તમને કાચો લાગે તો તમે થોડુ પાણી નાંખીને ફરી 5 થી 7 મિનિટ માટે થવા દો. જો તમે ઇચ્છો છો તો આમાં હવે છેલ્લે સિંગદાણાનો ભુક્કો નાંખી શકો છો. તો તૈયાર છે ફરાળી મોરૈયો. આ રીતે તમે મોરૈયો બનાવશો તો ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે અને ખાવાની પણ મજા આવશે.


- text