હળવદની શાળા-કોલેજના વિદ્યાર્થીઓને e-FRI વિશે માહિતી અપાઈ

- text


હળવદ : હળવદની શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને ઇ-એફ આર.આઈ.વિશે માહિતી અપાઈ હતી. જેમાં પોલીસે વાહન ચોરીની ઓનલાઈન ફરિયાદ કેવી રીતે નોંધી શકાય તેની સમજણ આપી હતી.

હળવદની ડીવી રાવલ કોલેજ ખાતે વિધાર્થીઓને ઇ-એફ આર.આઈ.વિશે માર્ગદર્શન આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એ.એસ.પી. અતુલકુમાર બંસલ દ્વારા આ કોલેજના વિદ્યાર્થીઓને ઇ-એફ આર.આઈ.વિશે સંપૂર્ણપણે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જ્યારે હળવદની તક્ષશીલા વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓને હળવદ પીઆઇ એમ.વી.પટેલે તમારા વાહનોની ચોરી થાય તો તુરંત જ પોલીસ સ્ટેશને જ્યાં વગર કેવી રીતે ફરિયાદ કરી શકાય અને લોકોને પણ આ અંગે મદદરૂપ બની શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.

- text

- text