મોરબી જિલ્લાની 585 શાળાઓમાં કરાયું ભારતમાતા પૂજન

- text


સ્વતંત્રતા કા અમૃત અંતર્ગત પૂજન કાર્યકમ યોજાયો

મોરબી : મોરબી જિલ્લાની તમામ શાળાઓમાં ભારતમાતાની આરતી સાથે સ્વતંત્રતા કા અમૃત અંતર્ગત પૂજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા ભારતના ક્રાંતિકારીઓ વિશે માહિતી આપવામાં આવી હતી.

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના આહવાનના પગલે 75માં સ્વતંત્રતા અમૃત મહોત્સવની ઉજવણી મોરબી જિલ્લાની 585 શાળાઓમાં કરવામાં આવી હતી. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સમગ્ર દેશની 2 લાખ શાળાઓમાં ગુજરાતની 25000 હજાર શાળાઓમાં અને મોરબીની 585 શાળાઓમાં સ્વતંત્રતા અમૃત મહોત્સવ અંતર્ગત ભારતમાતા પૂજનનો કાર્યક્રમ કરવાનું નક્કી કરેલ હતું.

જેમાં તમામ શાળાઓમાં પ્રાર્થનાસભામાં ભારતમાતાનું પૂજન કરી આરતી ઉતારી ભારતમાતાની આરતી ગવાઈ હતી.સ્વતંત્રતા કા અમૃત મહોત્સવ વિશે ક્રાંતિકારીઓ અને દેશનેતાઓ વિશે વિદ્યાર્થી,શિક્ષક અને આચાર્ય દ્વારા વક્તવ્ય વગેરે કાર્યક્રમો કરી આઝાદીના અમૃત મહોત્સવની દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને ભરતમાતાના જય ઘોષ સાથે કાર્યક્રમને વધાવ્યો હતો.

- text

- text