મોરબીના વાઘપરામાં જર્જરીત મકાન દૂર કરવાની માંગણી

- text


મોટી દુર્ઘટના સર્જાઈ તે પહેલાં યોગ્ય કાર્યવાહી કરવા ચીફ ઓફિસરને રજુઆત

મોરબી : મોરબીના વાઘપરાના મેઇન નાકા ઉપર આવેલ વર્ષો જૂની મકાન એટલી હદે ખખડીને જર્જરિત થઈ ગયું છે કે, આ મકાન ગમે ત્યારે તૂટી પડે તેવી હાલતમાં છે. આ બાબતે અગાઉ રજુઆત કરવા છતાં યોગ્ય પગલાં ન લેવાતા ફરી આમ આદમી પાર્ટીના વિધાનસભા સહ સંગઠન મંત્રી ક્લેપશભાઈ સોનાગ્રાએ ચીફ ઓફિસરને રજુઆત કરી મોટી દુર્ઘટના સર્જાઈ તે પહેલાં યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

મોરબી શહેરના વાઘપરાના મેઇન નાકા ઉપર અને વાઘપરા – ૧૩ નંબરના નાકા ઉપર વર્ષો જુના મકાન જર્જરીત હોઇ અને ત્યાં મકાન ઉપર બેનર-પોસ્ટર પણ ચોટાડવામાં આવેલ છે. જેમા લખેલ છે કે આ મકાન જર્જરીત હોઇ તો સાવધાનીથી ચાલવુ. આ જર્જરીત મકાનની બીજા માળની દિવાલ રોડ સાઇડની છે અને આ મકાનની પરિસ્થિતી અતી ગંભીર છે ગમે ત્યારે ભાંગી-પડી જવાની શકયતા છે. આ મકાન રોડ સાઇડ પર હોવાથી જાહેર જનતાને ચાલવામાં તકલીફ પડે છે અને તેના માટે જાનનું જોખમકારક પણ છે. જાહેર તહેવારો નજીક છે અને આ તહેવાર દરમ્યાન ડી.જે. સાઉન્ડના વાઇબ્રેસનથી પડવાની સંભાવના છે જે આમ જનતા માટે જાનના જોખમકારક છે. તો આ જર્જરીત મકાનની આવી જોખમકારક પરિસ્થિતીથી બચાવવા મકાન તાત્કાલીક ધોરણે પાડી દેવા અથવા યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

- text

- text