મોરબીઃ કોઈ વેપારી પાંચની નોટ કે દસનો સિક્કો લેવાની ના પાડે તો ગ્રાહક સુરક્ષા મંડળનો સંપર્ક કરો

- text


રાષ્ટ્રનું ચલણ ન લેતાં વેપારીઓ સામે થઈ શકે છે કાર્યવાહી

 

મોરબીઃ મોરબીમાં ઘણા વેપારીઓ પાંચની નોટ અને 10 રૂપિયાનો સિક્કો લેવાની આનાકાની કરતાં હોય છે અથવા લેવાની ના જ પાડી દેતાં હોય છે જેના કારણે ગ્રાહકોને ઘણી મુશ્કેલી વેઠવી પડે છે. ત્યારે મોરબી શહેર ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ જણાવ્યું છે કે, પાંચની નોટ અને દસ રૂપિયાનો સિક્કો આપણા રાષ્ટ્રનું ચલણ છે અને જો વેપારીઓ લેવાની ના પાડે તો તેમની સામે ગુનો નોંધાઈ શકે છે.

લાલજીભાઈ મહેતાએ જણાવ્યું છે કે, મોરબીમાં લોકોને ખરીદી કરતી વખતે વેપારીઓ પાંચની નોટ અને દસ રૂપિયાનો સિક્કો લેવાની ના પાડતાં હોવાનું જાણવા મળ્યું છે. આ ચલણ રાષ્ટ્રનું ધન છે અને તે લેવાની ના પાડે તો ગુન્હો બને છે. જો વેપારી આ ચલણ લેવાની ના પાડે તો પોલીસ ફરીયાદ થઈ શકે છે. આ બાબતે ચેમ્બર્સ ઓફ કોમર્સે પણ વેપારીઓને જાણ કરવી જોઇએ કે ચલણ લેવાની ના પાડે નહીં. જો બધા વેપારી આવો વહેવાર કરશે તો મજુરોનો વહેવાર તુટી જશે. કોઇપણ વેપારી પાંચની નોટ કે દસના સિકકા લેવાની ના પાડે તો પોલીસ ફરીયાદ કરી શકે છે. અથવા તો ગ્રાહક સુરક્ષા મંડળનો સંપર્ક કરી શકે છે.

- text

- text