હળવદને જોડતા અમદાવાદ –કચ્છ હાઈવે રોડ ઉપર રિફલેકટર નાંખવા માંગ

- text


હમણાંથી અકસ્માત વધ્યા હોવાથી અકસ્માત ઘટાડવા રિફલેકટર નાંખવા માટે મુખ્યમંત્રીને રજુઆત

હળવદ : હળવદને જોડતા અમદાવાદ –કચ્છ હાઈવે રોડ ઉપર છેલ્લા ઘણા સમયથી અકસ્માતના બનાવો વધ્યા છે અને યુવાનો ધ્વારા એક સર્વે કરતા એવો અંદાજો આવ્યો છે કે સરેરાશ રોજ અકસ્માતના બે થી ત્રણ મૃત્યુ થાય છે. તેથી અકસ્માત ઘટાડવા રિફલેકટર નાંખવા માટે મુખ્યમંત્રીને રજુઆત કરાઈ છે.

- text

ભાજપના યુવા આગેવાને મુખ્યમંત્રીને રજુઆત કરતા જણાવ્યું હતું કે, અમદાવાદ – કચ્છ હાઈવે ટ્રાફીક પણ રહે છે. જેથી નાના વાહનોવાળાને મુશ્કેલીઓ પડતી હોય છે તે અનુસંધાને હાઈવે પરથી પસાર થતા વાહનોને અકસ્માતમાં ઘટાડો થાય અકસ્માતો ઓછા બને તેના ભાગરૂપે અકસ્માત વિસ્તાર તેમજ હાઈવે પરના ગામડાઓ તરફના રસ્તા, ચાર રસ્તાઓ ઉપર સનલાઈટ રિફલેકટર નાખવા જરૂરી છે. જેથી હાઈવે પર પસાર થતા વાહનોને ખબર પડે કે અહી ચાર રસ્તા તેમજ ગ્રામ્ય રસ્તો છે તેથી માનવ જાન હિતમાં તાત્કાલીક રિફલેક્ટર નાખવા યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે.

- text