રેસિપી અપડેટ : બનાવો બાળકોની પસંદીદા વેજીટેબલ ફ્રેન્કી

- text


મોરબી : બાળકોને ઘણી વખત ઘરે બનતાં અલગ અલગ શાક પસંદ નથી હોતા. મનપસંદ શાક ન બન્યું હોય તો બાળકો ખાવામાં આનાકાની કરતાં હોય છે. શાક મનભાવતું ન હોય તો બાળકો રોટલી પણ નથી ખાતા ત્યારે આજે અમે તમારી આ સમસ્યાનું સમાધાન કરતી એક મસ્ત મજાની રેસિપી લઈને આવ્યા છીએ. આ રેસિપીનું નામ છે વેજીટેબલ ફ્રેન્કી. ફ્રેન્કી તમે સરળતાથી ઘરે બનાવી શકો છો. ફ્રેન્કી હેલ્થ માટે પણ ફાયદો કરે છે, કારણકે ફ્રેન્કીમાં અલગ-અલગ પ્રકારના શાકભાજી આવે છે. જો તમારું બાળક શાક ખાવામાં નખરા કરે છે તો તમે વેજીટેબલ ફ્રેન્કી બનાવીને આપી શકો છો. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો વેજીટેબલ ફ્રેન્કી..


સામગ્રીઃ

ઘઉંનો લોટ, મેંદો, મીઠું, પાણી, તેલ, લસણ, મરી પાઉડર, કોબીજ, ડુંગળી, ગાજર, કેપ્સિકમ, માયોનીઝ, કેચપ, સોયા સોસ..

- text


બનાવવાની રીતઃ

વેજીટેબલ ફ્રેન્કી બનાવવા માટે સૌ પ્રથમ એક મોટું વાસણ લો અને એમાં ઘઉંનો લોટ અને મેંદાનો લોટ મિક્સ કરો.
હવે આ લોટમાં મીઠું નાંખો અને ધીરે-ધીરે પાણી નાંખીને લોટ બાંધી લો.
ત્યારબાદ આ લોટને 15 થી 20 મિનિટ માટે મુકી રાખો.
હવે એક પેન લો અને એમાં થોડુ તેલ ગરમ કરવા માટે મુકો.
તેલ ગરમ થઇ જાય એટલે એમાં વાટેલું લસણ અને લીલા મરચાં નાંખો.
ત્યારબાદ એમાં છીણેલું કોબીજ, ગાજર અને કેપ્સિકમ નાંખીને આ બધુ બરાબર મિક્સ કરી લો.
હવે ઢાંકણ ઢાંકી દો અને 10 મિનિટ માટે થવા દો.
પછી આમાં સોયા સોસ, મીઠું, મરી પાઉડર નાંખીને બરાબર મિક્સ કરી લો.
હવે આ મિશ્રણને એક પ્લેટમાં લઇ લો અને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દો.
બાંધેલા લોટમાંથી ગુલ્લા કરો અને એમાંથી પાતળી રોટલી વણી લો.
હવે આ રોટલીને તવી પર શેકી લો.
ત્યારબાદ રોટલી પર મેયોનીઝ લગાવો અને એના પર વેજીટેબલ મુકો.
પછી આ રોટલીમાંથી રોલ બનાવી લો.
તો તૈયાર છે વેજીટેબલ ફ્રેન્કી.

આ વેજીટેબલ ફ્રેન્કી ખાવાની બહુ જ મજા આવે છે. તો તમે પણ આજે જ ઘરે બનાવો આ ફ્રેન્કી અને મજા માણો. આ ફ્રેન્કી બાળકો પણ હોંશે-હોંશે ખાવા લાગશે. આ ફ્રેન્કીમાં અનેક પ્રકારના વેજીટેબલ્સ આવવાને કારણે હેલ્થ માટે અનેક રીતે ફાયદો પહોંચાડે છે.


- text