હળવદ નજીક ચોરાઉ રીક્ષા સાથે શખ્સ ઝડપાયો

- text


 

હળવદ : અમદાવાદ ખાતેથી રીક્ષા ચોરી કર્યા બાદ હળવદ તાલુકાના ઢવાણા ગામના પાટીયા પાસે ખુલ્લેઆમ રીક્ષા લઈને ફરતા યુવકને પોલીસે પકડી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ પોલીસની ટિમ ઢવાણા ગામના પાટીયા ખાતે વોચમાં હતી. આ દરમિયાન એક ઓટો રીક્ષા જેના નં. GJ-27-Y-5505 વાળી ધ્રાંગધ્રાથી હળવદ તરફ શંકાસ્પદ રીતે મળી આવેલ હતી. આ ઓટો રીક્ષા ચાલકની સઘન પુછપરછ કરતા ઓટો રીક્ષાના કાગળો બાબતે કોઇ સંતોષકારક જવાબ નહીં આપતા શખ્સને પો.સ્ટે. ખાતે લાવી સધન પુછપરછ કરતા અમદાવાદ શહેરના કાગડાપીઠ પો.સ્ટે. વિસ્તારમાં આવેલ વિનય સાઇડ કારની દુકાન આગળથી ચોરી કરેલાની કબુલાત આપી હતી. જેથી પોલીસે વિક્રમભાઇ ઉર્ફે હકુ બાબુભાઇ લખમણભાઇ ગોહીલ ઉ.વ. 23રહે હળવદ ભવાનીનગર ઢોરો તા.હળવદ જી.મોરબીવાળાની ધરપકડ કરી ચોરીની ઓટો રીક્ષા કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

- text

આ કામગીરીમાં પોલીસ ઇન્સ એમ.વી.પટેલ, પો.હેડ કોન્સ. કે.એમ.સોલગામા, પો.કોન્સ દેવેન્દ્રસિંહ ઝાલા, પો.કોન્સ. કીરીટભાઇ જાદવ, પો.કોન્સ. ગંભીરસિંહ ચૌહાણ, પો.કોન્સ. બીપીનભાઇ પરમાર, પો.કોન્સ. તેજપાલસિંહ ઝાલા અને પો.કોન્સ. કમલેશભાઇ પરમાર જોડાયા હતા.

 

- text