મોરબીમાં ખનિજચોર વિરુદ્ધ અરજી કરનાર યુવાનને માર પડ્યો

- text


પાનેલી રોડ, મચ્છુનગર જવાના રસ્તા ઉપર બનેલ બનાવમાં પાંચ વિરુદ્ધ ફરિયાદ

મોરબી : મોરબીના જાબુંડિયા ગામ નજીક ખનિજચોરી કરતા શખ્સો વિરુદ્ધ છ મહિના અગાઉ અરજી કરનાર યુવાનને આંતરી પાંચ શખ્સોએ ધોકા, પાઇપ સહિતના હથિયાર વડે હુમલો કરી ઇજા પહોંચાડી જાતિ પ્રત્યે અપમાનિત કરી જાનથી મારી નાખવા ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના જાબુંડિયા ગામે રહેતા કમલેશભાઇ અમરશીભાઇ ખરાએ છ માસ પહેલા ખનીજ ચોરી કરતા રમેશભાઇ ગેલાભાઇ પાંચીયા, હકાભાઇ હીરાભાઇ પાંચીયા, સંજયભાઇ હમીરભાઇ બાંભવા,
ત્રણેય રહે. જાંબુડીયા ગામ વિરુદ્ધ અરજી કરતા ગઈકાલે પાનેલી ગામના રસ્તે ઉપરોક્ત ત્રણેય ઈસમો અને બે અજાણ્યા ઇસમોએ તેમને આંતરી હુમલો કર્યો હતો.

- text

વધુમાં કમલેશભાઇ અમરશીભાઇ ખરાએ પાંચેય વિરુદ્ધ મોરબી તાલુકામાં પોલીસ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, ખનિજચોરોએ બોલેરો તેમજ આઈ ટવેનટી ગાડીમાં આવી ધોકા, પાઇપ વડે હુમલો કરવાની સાથે જાતિ પ્રત્યે અપમાનિત કરી જાનથી મારી નાખવા ધમકી આપી હતી. આ મામલે તાલુકા પોલીસે પાંચેય આરોપી વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૩, ૩૨૫, ૫૦૬(૨), ૫૦૪, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, તથા એટ્રોસીટી અધીનીયમ એકટની કલમ- ૩(૨), (૫-એ), ૩(૧)(આર)(એસ) GPA કલમ-૧૩૫ મુજબ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

- text